ન્યૂયોર્કઃ કોરોના વાઇરસને લઇને વધુ એક દાવો સામે આવ્યો છે. 200થી વધુ વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે કે, કોરોના વાઇરસ હવાથી પણ ફેલાઇ શકે છે. શનિવારના રોજ એક રિપોર્ટ અનુસાર 32 દેશોના 200થી વધુ વૈજ્ઞાનિકોએ WHOને પત્ર લખી જણાવ્યું કે, આ વાઇરસ હવાના કારણે પણ ફેલાઇ છે.
WHOના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસ કોઇ વ્યક્તિના છીંકવાથી, ઉધરસ આવવાથી, વ્યક્તિના મોઢા કે નાકમાંથી નિકળેલા ડ્રૉપલેટ્સના કારણે બીજા લોકોને કોરોના સંક્રમિત કરે છે. કોરોના વાઇરસ હવાથી ફેલાઇ છે તે વાત WHO અત્યાર સુધી નકારી રહ્યું હતું.
વૈજ્ઞાનિકોએ રિપોર્ટમાં દર્શાવ્યું હતું કે, આ વાઇરસના નાના કણો પણ લોકોને કોરોના સંક્રમિત કરી શકે છે. વૈજ્ઞાનિકોએ આ વાતના પુરાવા પણ રજૂ કર્યા છે.