- અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાનુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરશે
- ટ્રમ્પે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નામ 'ટ્રુથ સોશિયલ' આપ્યું છે
- યુઝર્સ તેમના વિચારો, ફોટા અને વીડિયો શેર કરી શકશે
વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ (Former President US) ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા(Social media) પ્લેટફોર્મ વિશે મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે જાહેરાત કરી કે હું મારું પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહ્યો છું, જેને 'ટ્રુથ સોશિયલ'(Truth Social) નામ આપવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પનું આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર જેવું જ હશે, જેના પર યુઝર્સ તેમના વિચારો, ફોટા અને વીડિયો શેર કરી શકશે.
ટ્રમ્પનું નિવેદન..
ટ્રમ્પે નિવેદનમાં કહ્યું કે, અમે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં તાલિબાનની ટ્વિટર પર મોટી હાજરી છે, છતાં તમારા મનપસંદ અમેરિકી રાષ્ટ્રપતિને ચૂપ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત એવું પણ કહ્યુ "ઉદાર મીડિયા યુનિયનનો હરીફ" બનશે. રિલીઝ મુજબ, 'ટ્રુથ સોશિયલ' નું બીટા વર્ઝન નવેમ્બરમાં આમંત્રિત મહેમાનો માટે ઉપલબ્ધ થશે.
તાલિબાન ટ્વીટ કરી શકે છે અને મારા પર પ્રતિબંધ મુકાયો છેઃ ટ્રમ્પ
ટ્રમ્પે ટ્વિટર પર પોતાના નિવેદનમાં કહ્યું કે, ટ્રમ્પ મીડિયા અને ટેકનોલોજી ગ્રુપ અને તેની 'ટ્રુથ સોશિયલ' એપ લોન્ચ કરવાનો તેમનો ધ્યેય મોટી ટેક કંપનીઓ માટે પ્રતિસ્પર્ધી બનાવવાનો છે કે જેમણે તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્રમ્પે ટ્વિટર અને ફેસબુક પર પ્રતિબંધ મુક્યા બાદ પોતાની સોશિયલ મીડિયા સાઇટ શરૂ કરવાની વાત કરી હતી. કંપનીનું કહેવું છે કે તે વિડિયો-ઓન-ડિમાન્ડ સેવાનું આયોજન કરી રહી છે જેમાં મનોરંજન પ્રોગ્રામિંગ, સમાચાર અને પોડકાસ્ટનો સમાવેશ થશે.
આ પણ વાંચોઃ Synthetic Diamond: સુરતમાં હરાજીમાં અમેરિકા સહિતના દેશો બાયર્સ તરીકે જોડાયા
આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું- આ સ્થિતિ માટે રાષ્ટ્રપતિ Joe Biden જવાબદાર