ન્યૂઝ ડેસ્કઃ સંયુક્ત રાષ્ટ્રના ઉપ મહાસચીવ અમીના મોહમ્મદે જણાવ્યુ હતુ કે, કોવીડ-19 એ માનવ કટોકટી છે અને જીવનના તમામ પાંસાઓને લાંબા ગાળાની અસરો કરશે. આપણે જોઇ રહ્યા છે કે આખા વિશ્વમાં આરોગ્યની કટોકટી ફેલાઇ રહી છે. આપણે માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહ્યા છીએ જેનાથી વિશ્વના સૌથી નબળા લોકો માટે વધારાની તાણ અને વેદના પેદા થઇ રહી છે .
એવા સમયે કે જ્યારે કોરોનાવાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે અને સામાન્ય જીવનને થંભાવી દીધુ છે, સંયુક્ત રાષ્ટ્રના ઉપ મહાસચીવ અમીના મોહમ્મદે કોવીડ 19ને માનવીય સંકટ ગણાવ્યું છે. શાંતિ નિર્માણ અને શાંતિ ટકાવી રાખવા માટે કોવીડ-19 ની અસરો પર પીસબિલ્ડિંગ કમિશનની વર્ચ્યુઅલ મીટિંગને ન્યૂયોર્કમાં સંબોધતા મોહમ્મદે કહ્યું હતુ, " કોવીડ-19 એ માનવીય સંકટ છે, જેમાં માનવ જીવનના તમામ પાંસા પર લાંબા ગાળાની અસર થશે. આપણે જોઇ રહ્યા છીએ કે વિશ્વભરમાં આરોગ્યની કટોકટી ફેલાઇ રહી છે. આપણે માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહ્યા છીએ. જેના કારણે વિશ્વના સૌથી નબળા લોકો વધારાનું તાણ અને વેદના અનુભવી રહ્યા છે. "
તેમણે ઉમેર્યુ કે,"આ કટોકટી, વિકાસની કટોકટીમાં પણ ફેરવાઈ રહી છે, જે લૈંગિક અંતર અને પહેલેથી વ્યાપક અસમાનતાને વિસ્તૃત કરી રહ્યું છે. તેમાં સખત મહેનતથી મળેવેલા વિકાસના લાભોને પલટાવવાનું જોખમ છે અને 2030 એજન્ડા (ટકાઉ વિકાસ માટે ના)ના વચનોને પ્રપંચ બનાવે છે,"
વિશ્વભરમાં રાજકીય અને સામાજિક અશાંતિ વિશે વાત કરતા તેમણે જણાવ્યુ કે, "આપણે હવે - સાથે મળીને અને એકીકૃત રીતે કાર્ય કરવું જોઈએ. આપણે એકલા સ્વાસ્થ્ય કટોકટી સાથે કામ કરવાનું પસંદ કરી શકતા નથી અથવા ફકત માનવતાવાદને પ્રાધાન્ય આપતા નથી. કારણ કે આપણે એ પણ અપેક્ષા ન રાખી શકીએ કે લોકો ભોજન અથવા તેમના સ્વાસ્થ્ય વચ્ચે પસંદગી કરે છે."
આપણે કોવિડ -19 નો સામનો કરીએ છીએ ત્યારે ટકાઉ વિકાસ એ આપણું લક્ષ્ય છે. ઘણી રીતે રોગચાળો એ 2030 તરફના લક્ષ્યના માર્ગમાં આપણે જે ત્રુટીઓનો સામનો કરી રહ્યા છીએ તેની એક દુ:ખ સ્મૃતી છે. જેમાં સમાવિષ્ટ અર્થવ્યવસ્થાના અને મજબુત સંસ્થાના નિર્માણમાં અપૂર્ણ પ્રગતિનો સમાવેશ છે. "
વધુમાં તેમણે જણાવ્યું કે, આજે આપણે બધા એક સાથે સમાન દુશ્મન સામે લડી રહ્યા છીએ. તે એક વાઈરસ સામેની લડાઈ છે. તેની સામેના આપણા પ્રતિસાદથી, શાંતિ અને કાયમી એકતા માટેનો માર્ગ મોકળો થવો જોઇએ."