- બસ અને ઓઇલ ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત
- ઓઇલ ટેન્કરમાં સર્જાયો વિસ્ફોટ
- 92 લોકોએ ગુમાવ્યો જીવ
ન્યૂઝડેસ્ક : આફ્રિકી દેશ સિએરાની રાજધાની પાસે એક ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા 92 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓ અને ઘટનાના સાક્ષી લોકોએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના શુક્રવારે મોડી એક બસ અને ટેન્કર અથડાતા આ દુર્ઘટના સર્જાઇ હતી. સ્થાનિક હૉસ્પિટલના સ્મશાન ગૃહમાં 92 જેટલા મૃતદેહો આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
મૃત્યુઆંક વધવાની શક્યતા
હૉસ્પિટલના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ મૃત્યુઆંક હજી વધે તેવી શક્યતા છે ગંભીર રૂપે ઘાયલ 30 પીડિતોની જીવતા રહેવાની કોઇ આશા નથી. સિએરાના રાષ્ટ્રપ્રમુખ જુલિયસ માડા બાયો શનિવારે સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન બેઠકમાં ભાગ લેવા માટે સ્કૉટલેન્ડમાં હતાં તેમણે ટ્વિટ કરીને મૃતકોના પરિવાર માટે સંવેદના જાહેર કરી હતી.