- હૈતીમાં ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 1941ના મોત
- ઈજાગ્રસ્ત લોકોની સંખ્યા વધીને પહોંચી 9900 પર
- હજૂ પણ કાટમાળમાંથી મળી રહ્યા છે મૃતદેહો
લેસ કેયસ : હૈતીમાં ગયા સપ્તાહે આવેલા ભૂકંપમાં મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. અધિકારીઓએ મંગળવારે જાહેર કર્યું હતું કે , ભૂકંપથી મરનારાઓની સંખ્યામાં 500 લોકોનો વધારો થયો છે. દેશમાં વાવાઝોડા 'ગ્રેસ' ને કારણે રાહત અને બચાવ કામગીરીઓમાં તકલીફ આવી રહી છે.
બચાવ કાર્યમાં ક્ષતિગ્રસ્ત શહેર લેસ કેયસ અને રાજધાની પોર્ટ - ઓ - પ્રિંસમાં ધીમીધારે વરસાદ ચાલુ છે. મંગળવારે બપોરે નાગરીક રક્ષણ એજન્સીએ ભૂકંપમાં હાલ સુધીમાં મૃત્યુઆંકની સંખ્યા 1941 જણાવી છે અને ઈજાગ્રસ્તોની સંખ્યા 9900 જણાવાઈ રહી છે જેમાંથી અનેક લોકો હજૂ પણ મેડીકલ સેવાની રાહમાં બેઠા છે.
આ પણ વાંચો : Haitis weekend earthquake : હૈતીમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધી 1,419 લોકોના મૃત્યુ, 6000 ઇજાગ્રસ્ત
ભૂકંપથી થયેલુ નુકશાન દેશના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં કેન્દ્રીત છે , જ્યાં સ્વાસ્થ્ય માળખા પર ભારે દબાણ આવ્યું છે અને લોકોએ તેમના પ્રિયજનો તેમજ તેમના ઘરો ગુમાવ્યા છે.
આ પણ વાંચો : Haiti’s President is Assassinated: હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઈસની તેમના જ નિવાસસ્થાને હત્યા
પશ્ચિમી ગોલાર્ધના સૌથી ગરીબ દેશમાં લોકોનું ધેર્ય હવે જવાબ આપી રહ્યું છે. હૈતીમાં લોકો પહેલાથી જ કોરોના વાયરસ , સામૂહિક હિંસા , વધી રહેલી ગરીબી અને 7 જૂલાઈએ રાષ્ટ્રપતિ જોવેનેલ મોસેની હત્યાની ઘટનાથી પસાર થઈ રહ્યા છે ત્યાં ભૂકંપે પણ તેમના પર કહેર વર્સાવ્યો હતો. કાટમાળમાંથી હજૂ પણ મૃતદેહ બહાર નિકળી રહ્યા છે.
( પીટીઆઈ-ભાષા )