નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કોન્ફરન્સના ઉદ્ધાટન નવી શિક્ષા નીતિ પર રાષ્ટ્રીય સંમેલનમાં વડા પ્રધાન મોદીએ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધિત કર્યું હતું. કેન્દ્ર સરકારે હાલમાં જ દેશની નવી શિક્ષા નીતિની જાહેરાત કરી છે.
આ કોન્ફરન્સમાં બધા રાજ્યોના શિક્ષણ પ્રધાનો, વિશ્વ વિદ્યાલયોના કુલપતિ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા જાણકારી આપી હતી. 7 સપ્ટેમ્બરે સવારે 10ઃ30 કલાકે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અને તેના પરિવર્તનકારી પ્રભાવ પર રાષ્ટ્રપતિ, રાજ્યપાલો અને વિશ્વ વિદ્યાલયોના કુલપતિઓની સાથે એક સંમેલનમાં સામેલ રહેશે. આ સંમેલનમાં થનારા ઉદ્ધાર ભારતને જ્ઞાનનું કેન્દ્ર બનાવવાના આપણા પ્રયાસોને મજબુત કરશે.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિના અમલ માટે સમિતિઓની રચના કરવામાં આવી રહી છે અને શિક્ષાવિદો, વિશેષજ્ઞોથી સંવાદ પર સૂચનો પ્રાપ્ત કરી રહ્યા છે. 'શિક્ષણ સંવાદ: ભારતને વૈશ્વિક મહાસત્તા બનાવવાની દ્રષ્ટિ' પરના પરિષદમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, "અમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે સમિતિઓની રચના કરી રહ્યા છીએ." આપણે સમય મર્યાદામાં તેનો અમલ કરવો પડશે. આ માટે રાજ્યો સાથે સંપૂર્ણ સંકલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે સતત વિદ્વાનો, નિષ્ણાતો સાથે વાત કરી રહ્યા છીએ. અમે તેમને કેવી રીતે અમલ કરી શકાય તે અંગેના એક-એક-પગલા સૂચનો પૂછી રહ્યાં છીએ.આ માટે ગંભીર પ્રયાસો શરૂ થયા છે.