- આગામી તહેવારો કોરોના SOP સાથે ઉજવાય
- સરકારે ચૂંટણી મોકૂફ ન રાખી અને કોરોના ફેલાયો
- સરકારે ચૂંટણી પાછી ઠેલવી હોત તો આ પરિસ્થિતિ ન થાત
ગાંધીનગરઃ કોંગ્રેસ ધારાસભ્યએ રાજ્યમાં વધતા કોરોના કેસ અંગે જણાવ્યું હતું કે, સરકારે ચૂંટણીઓ છ મહિના મોડી યોજવાની જગ્યાએ ત્રણ જ મહિના મોડી યોજી હતી. મારા દ્વારા હાઇકોર્ટમાં પણ ચૂંટણી રદ્દ કરવાની પિટિશન કરવામાં આવી હતી, પરંતુ તે પણ રદ્દ કરાતા આજે કોરોનાની પરિસ્થિતિ વણસી છે. છ મહિના ચૂંટણી મોકૂફ રહી હોત તો આ પરિસ્થિતિ ઉભી ન થાત. સરકારે ચૂંટણી દરમિયાન રેલીઓ અને સભાઓ યોજીને કોરોના ફેલાવ્યો છે.
'નરેન્દ્ર મોદી' સ્ટેડિયમ ભરચક
રવિવારના રોજ યોજાયેલી ભારત- ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભરચક હતું. GCAએ કહ્યું હતું કે, 50 ટકા કેપેસિટી સાથે સ્ટેડિયમ ભરાશે, પરંતુ સ્ટેડિયમ લગભગ 80 ટકા કેપેસિટીથી ભરાયું હતું. આવનારા તહેવારો, રમાઈ રહેલી મેચ અને આગામી મેચોને ધ્યાનમાં લેતા ચોક્કસ કોરોના વધવાનો છે. સરકાર એક તરફ લગ્નમાં 200 વ્યક્તિઓને જ પરમિશન આપી રહી છે, તો મેચમાં હજારો લોકો આવે છે. આમ સરકારના બેવડા ધોરણ દેખાઈ રહ્યાં છે.
સરકારમાં દિવા તળે અંધારું
રવિવારે યોજાયેલી મેચમાં ગુજરાતના રાજ્ય ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિને લઈને પણ ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, રાજ્યના ગૃહ પ્રધાનની નજર હેઠળ જ અવ્યવસ્થાને પ્રત્સાહન મળી રહ્યું છે, ત્યારે આવનારા સમયમાં ચોક્કસ જ અમદાવાદની પરિસ્થિતિ બગડવાની છે. જેની જવાબદાર સરકાર રહેશે.
આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 890 કેસ નોંધાયા