ETV Bharat / entertainment

ZHZB collection day 14: 'આદિપુરુષ' ફિલ્મ રિલીઝ, હવે 'જરા હટકે જરા બચકે'ની શું હાલત થશે ? - જરા હટકે જરા બચકે ફિલ્મ

વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ 'જરા હટકે જરા બચકે'એ બોક્સ ઓફિસ પર 2 અઠવાડિયા પૂરા કર્યા છે. આવો જાણીએ ફિલ્મે કેટલી કમાણી કરી અને 'આદિપુરુષ'ની આગળ ફિલ્મની શું હાલત થશે. 'આદિપુરુષ'ને લઈ ચાહકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે આ ફિલ્મ ઓપનિંગ ડેની કમાણી સાથે બનાવશે નવા રેકોર્ડ.

'આદિપુરુષ' ફિલ્મ રિલીઝ, હવે 'જરા હટકે જરા બચકે'ની શું હાલત થશે ?

author img

By

Published : Jun 16, 2023, 1:42 PM IST

મુંબઈઃ વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ 'જરા હટકે જરા બચકે' રિલીઝ થયાને 14 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મ તારીખ 2 જૂને રિલીઝ થઈ હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર બે અઠવાડિયા પૂરા કર્યા છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં રૂપિયા 60 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે અને હવે રિલીઝના 15માં દિવસે ચાલી રહી છે. ફિલ્મે 14માં દિવસે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે અને હવે આ બે સપ્તાહમાં ફિલ્મની કુલ કમાણી જાણીએ. આ સાથે જ જાણીશું કે, વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ આજે તારીખ 16 જૂને વિશ્વમાં રિલીઝ થનારી ફિલ્મ 'આદિપુરુષ' સામે ટકી શકશે કે કેમ ?

ZHZB કલેક્શન ડે 14: ફિલ્મ 'જરા બચકે જરા હટકે'એ 14માં દિવસે વિશ્વભરમાં રૂપિયા 1.98 કરોડ અને સ્થાનિક થિયેટરોમાં રૂપિયા 1.20 કરોડનો બિઝનેસ કર્યો છે. શરૂઆતના દિવસે 5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનાર ફિલ્મનું 14 દિવસનું કુલ કલેક્શન 63 કરોડ રૂપિયા થઈ ગયું છે. હવે આ ફિલ્મને કમાણી કરવી મુશ્કેલ બનશે. કારણ કે, હવે સાઉથના સુપરસ્ટાર પ્રભાસની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થઈ ગઈ છે.

ફિલ્મ ઓપનિંગ ડે: ફિલ્મની એડવાન્સ ટિકિટ બુકિંગનો આંકડો 6 લાખ સુધી પહોંચી ગયો છે અને આ વીકેન્ડ ફિલ્મ માટે ટિકિટ મેળવવી મુશ્કેલ છે. થિયેટર હાઉસફુલ ચાલી રહ્યા છે અને હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ તેના ઓપનિંગ ડે પર જ ધમાકેદાર કમાણી કરશે. ફિલ્મ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ ઓપનિંગ ડેની કમાણી સાથે રેકોર્ડ બનાવવા જઈ રહી છે.

  1. ZHZB Collection Day 13 : 'જરા હટકે જરા બચકે'એ 13માં દિવસે આટલી કમાણી કરી, હવે બોક્સ ઓફિસ પર કમાણી કરવી મુશ્કેલ બનશે
  2. Adipurush Release Day: 'આદિપુરુષ' ફિલ્મ રિલીઝ, પ્રથમ સપ્તાહના અંતે 200 કરોડથી વધુ કમાણી કરે તેવી શક્યતા
  3. Adipurush Review: 'આદિપુરુષ'ને મળ્યો મિશ્ર પ્રતિસાદ, ચાહકોએ કહ્યું માર્વેલ જનરેશનની રામાયણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.