ETV Bharat / entertainment

Zara Hatke Zara Bachke trailer: વિક્કી અને સારાની ફિલ્મ 'ઝરા હટકે જરા બચકે'નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો - ઝરા હટકે ઝરા બચકે ટ્રેલર આઉટ

ફિલ્મ નિર્માતાઓએ બોલિવુડના અભિનેતા વિક્કી કૌશલ અને સારા અલી ખાન અભિનીત ફિલ્મ 'જરા હટકે જરા બચકે'નું ટ્રેલર રિલીઝ કરી દિધું છે. આ ફિલ્મ લક્ષ્મણ ઉતેકર દ્વારા નિર્દેશિત છે. તારીખ 16 મેના રોજ વિક્કી કૌશલના જન્મદિવસ આવે તેના એક દિવસ પહેલા ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.

વિક્કી અને સારાની ફિલ્મ 'ઝરા હટકે જરા બચકે'નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો

author img

By

Published : May 15, 2023, 2:49 PM IST

હૈદરાબાદ: તારીખ 15 મેના રોજ વિક્કી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ 'જરા હટકે જરા બચકે'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના નિર્માતા દિનેશ વિજય છે અને લક્ષ્મણ ઉતેકર ફિલ્મ નિર્દેશક છે. આ સમાચાર થોડા દિવસ પહેલા સામે આવ્યા હતા અને આખરે તમામ રાહ જોયા બાદ સોમવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. સારા અને વિક્કીની નવી ફિલ્મની રોમેન્ટિક સ્ટોરી છે. આ ફિલ્મની સ્ટોરી ઈન્દોર શહેરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

જરા હટકે ઝરા બચકેનું ટ્રેલર રિલીઝ: તારીખ 14 મેના રોજ સારા અને વિક્કીએ નવી ફિલ્મની ઝલકની જાહેરાત કરી હતી. અગાઉ લક્ષ્મણે કાર્તિક આર્યન અને કૃતિ સેનન સાથે 'લુકા છુપી' જેવી ફિલ્મ આપી હતી. ત્યારથી દર્શકો તેમની આ નવી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે જોઈએ કે, આ ફિલ્મ ચાહકોને કેટલી આકર્ષે છે. આ ફિલ્મ તારીખ 2 જૂને થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. Madhuri Dixit Birthday: માધુરીએ પોતાના કરિયરના ઊતાર ચડાવમાંથી આ વસ્તુ શીખી
  2. Cannes Film Festival: એક સાથે 4 ભારતીય ફિલ્મની પસંદગી, ઓસ્કાર વિજેતા રેડ કાર્પેટ પર ચમકશે
  3. રકુલને લાગ્યો ગુજરાતી થાળીનો ચટકો, અમદાવાદમાં માણી મોજ

ફિલ્મનું નિર્માણ: મેડૉક ફિલ્મ્સે તેના સોશિયલ મીડિયા પર જરા હટકે જરા બચકેનું ટ્રેલર પણ શેર કર્યું છે. તારીખ 16 મેના રોજ કૌશલના જન્મદિવસ પહેલા સોમવારે ટ્રેલરનું લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટ મુંબઈમાં PVR સિનેમા, જુહુ ખાતે યોજાઈ હતી. આ ફિલ્મ તારીખ 2 જૂને સ્ક્રીન પર આવવાની છે. જેનું નિર્માણ મેડૉક ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે.

સારા અલી ખાનનો વર્કફ્રન્ટ: સારા અલી ખાન છેલ્લે OTT પ્રોજેક્ટ 'ગેસલાઇટ'માં જોવા મળી હતી. આગામી ફિલ્મ 'જરા હટકે જરા બચકે' ઉપરાંત તેના હાથમાં 'એ વતન મેરે વતન' છે. બીજી તરફ વિક્કી કૌશલ પણ દેશભક્તિની ફિલ્મમાં જોવા મળશે. તેઓ ભવિષ્યમાં માર્શલ શ્યામ માણેકસરની સ્ટોરી સાથે પડદા પર દેખાવાના છે, તે ફિલ્મનું નામ છે 'શ્યામ બહાદુર'.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.