ETV Bharat / entertainment

Jailer Screening: UPના ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મૌર્ય આજે રજનીકાંત સાથે 'જેલર' સ્ક્રીનિંગમાં હાજરી આપશે

સાઉથ અભિનેતા રજનિકાંત 'જેલર' ફિલ્મને લઈને ખુબ જ ચર્ચામાં છે. 'જેલર' ફિલ્મ ભારત ઉપરાંત વિદેશમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે. હિન્દી બોક્સ ઓફિસ પર 'OMG 2', 'ગદર 2' પણ ધુમ મચાવી રહી છે. ત્યારે 'જેલરે' પણ સાઉથ અને હિન્દી બોક્સ ઓફિસ પર પોતાની પકડ જમાવી રાખી છે. તાજેતરમાં UPના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય રજનીકાંત સાથે 'જેલર' ફિલ્મ જોવા જશે.

UPના ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મૌર્ય આજે રજનીકાંત સાથે 'જેલર' સ્ક્રીનિંગમાં હાજરી આપશે

author img

By

Published : Aug 19, 2023, 11:36 AM IST

લખનૌ: UPના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય આજે લખનૌમાં સુપરસ્ટાર રજનીકાંત સાથે 'જેલર'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપશે. 'જેલર' ફિલ્મનું સ્ક્રીનિંગ બોપોરે 1:30 કલાકે યોજાશે. 'થલાઈવા' રજનીકાંત શુક્રવારે રાત્રે સ્ક્રીનિંગ માટે લખનૌ પહોંચ્યા હતા. રજનીકાંતે ANI સાથેની વાતચિત દરમિયાન ફિલ્મ વિશે પોતાની ખુશી વ્યક્ત કરી હતી, જે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્ચું હતું કે, ''તે ભગવાનનો આશિર્વાદ છે કે, ફિલ્મ હિટ બની રહી છે.''

જેલરનુંં 8માં દિવસનું કુલ કલેક્શન: તારીખ 10 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી 'જેલર' એ બોક્સ ઓફિસ પર તોફાન મચાવી રહી છે. ભારતમાં આ ફિલ્મનું 8 દિવસનું કુલ કલેક્શન 235.65 કરોડ રુપિયા છે. આ ફિલ્મે તમિલ, તેલુગુ અને હિન્દી સહિત અન્ય ભાષાઓમાં સ્ક્રીન્સ પર પકડ જમાવી છે. આ ફિલ્મમાં મોહનલાલ, શિવરાજ કુમાર અને જેકી શ્રોફ મહત્ત્વની ભૂમિકા છે. પ્રિયંકા મોહન, તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન, યોગી બાબુ, વસંત અને વિનાયકન પણ એક્શન ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન નેલ્સન દિલીપકુમાર દ્વારા કરવામાં આવ્યું છે.

બ્લોકબસ્ટર ફિલ્મ જેલર: રજનીકાંત સ્ટારર ફિલ્મ 'જેલર' રિલીઝ થયાના એક જ અઠવાડિયામાં ઓવરસીજ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ બની ગઈ છે. આ ફિલ્મે કમલહાસનની ફિલ્મ વિક્રમને પાછળ છોડી દીધી છે. આ ફિલ્મમાં સંગીત અનિરુદ્ધ રવિચંદરે કંપોઝ કર્યું છે. સેનેમોટોગ્રાફી અને એડિટિંગ વિજય કાર્તિક કન્નન અને આર. નિર્મલે સંભાળ્યુું છે. લગભગ 200 થી 240 કરોડના બજેટમાં બનેલી એક્શન થ્રિલર ફિલ્મ છે.

  1. Box Office Collection: રજનીકાંત સ્ટારર ફિલ્મ 'જેલર'ની કમાણીમાં થયો ઘટાડો, જાણો 8માં દિવસનું કલેક્શન
  2. Varun Dhawan New Restaurant : અમદાવાદમાં વરુણ ધવનએ પોતાની રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કર્યું
  3. 89th Birthday Poet Gulzar : આજે પ્રખ્યાત ગીતકાર, ફિલ્મ નિર્માતા અને કવિ ગુલઝાર નો 89મો જન્મદિવસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.