ETV Bharat / entertainment

TMKOC: મોનિકા ભદોરિયાએ અસિત મોદી પર લગાવ્યો મોટો આરોપ, અભિનેત્રીને મળી હતી ધમકી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બાવરીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મોનિકા ભદૌરિયાએ પ્રખ્યાત શોના નિર્માતા અસિત કુમાર મોદી અને પ્રોજેક્ટ હેડ સોહિલ રમાણી પર પોતાની કારકિર્દી ખતમ કરવાની ધમકી આપવાની સાથે અન્ય મોટા આરોપો પણ લગાવ્યા છે.

મોનિકા ભદોરિયાએ અસિત મોદી પર લગાવ્યો મોટો આરોપ, અભિનેત્રીને મળી હતી ધમકી

author img

By

Published : May 22, 2023, 10:07 AM IST

મુંબઈઃ પ્રખ્યાત TV કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર અને નિર્માતાઓને લઈને ચાલી રહેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. જેનિફર મિસ્ત્રી બંસીવાલે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતાઓ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યાના દિવસો પછી, ભૂતપૂર્વ અભિનેત્રી મોનિકા ભદૌરિયાએ પણ નિર્માતા અસિત કુમાર મોદી અને પ્રોજેક્ટ લીડર સોહિલ રમાણી પર સતામણી અને તેની કારકિર્દી બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે.

બાવરીનું પાત્ર: આરોપો લગાવનાર અભિનેત્રીએ વર્ષ 2013 થી 2019 સુધીના હિટ શોમાં બાવરી ધોંદુલાલ કાનપુરિયાની ભૂમિકા ભજવીને દર્શકોના દિલમાં જગ્યા બનાવી હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં મોનિકાએ જણાવ્યું હતું કે, તેણે શો છોડ્યા પછી નિર્માતાઓએ એક વર્ષ માટે તેનો પગાર છોડવાનો ઇનકાર કર્યો હતો.

મોનિકાનું નિવેદન: અસિત મોદીને 'મોટા જૂઠા' ગણાવતા મોનિકાએ કહ્યું કે, ''આસિત મોદી અને સોહિલ રમાણીએ સેટ પર કલાકારોને અપમાનિત કર્યા. તેઓએ મને એટલો ત્રાસ આપ્યો કે મને લાગ્યું કે અહીં કામ કરતાં આત્મહત્યા કરવી વધુ સારી છે. તેઓએ મને માનસિક ત્રાસ આપ્યો.'' અભિનેત્રીએ કહ્યું કે, ''તેઓ મને બૂમો પાડતા હતા અને મારપીટ કરતા હતા. અન્ય કલાકારો સાથે પણ આવું જ થયું હતું.''

અભિનેત્રીએ દાવો કર્યો: અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે, જ્યારે તેની સ્વર્ગસ્થ માતા કેન્સરની સારવાર હેઠળ હતી. ત્યારે નિર્માતાઓ તેને વહેલી સવારે સેટ પર આવવા કહેતા હતા, પછી ભલે તેની પાસે શૂટ કરવાનો કોઈ સીન ન હોય. તેણે દાવો કર્યો હતો કે, તેની માતાના નિધન બાદ પણ અસિત મોદીએ એક પણ ફોન કર્યો નથી.

મોનિકા ભદોરિયાનો આરોપ: મનિકાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે, નિર્માતાએ તેણીની કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી હતી. આ સાથે અસિત કુમારે મુંબઈમાં કામ નહીં કરવાની ધમકી આપી હતી. મોનિકાએ કહ્યું કે, આ જ સ્થિતિ અન્ય કલાકારોની પણ થઈ અને તેઓએ પણ TMKOC છોડી દીધું. જેમાં ગુરચરણ સિંહ, જેનિફર મિસ્ત્રી, રાજ અનડકટ અને શૈલેષ લોઢાના નામ સામેલ છે.

આ પણ વાંચો:

  1. Salman Khan properties: સલમાન ખાન મુંબઈમાં બનાવશે 19 માળની સી-ફેસિંગ હોટેલ
  2. The Kerala Story: ફરી કમાણીમાં તેજી, 16માં દિવસે પણ કર્યું શાનદાર કલેક્શન
  3. "આજ ખુશ તો બહુત હોંગે તુમ",'દીવાર'ના ડાયલોગના શુટિંગ વખતે કેમેરા પાછળ કેમેરામેન હતો જ નહીં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.