ETV Bharat / entertainment

જાણો શમિતા શેટ્ટી પછી આ બોલીવૂડ એક્ટ્રર્સનું બ્રેકઅપ - બોલીવૂડ એક્ટ્રર્સનું બ્રેકપ

શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ બાદ હવે ટાઈગર શ્રોફ અને દિશા પટણીના બ્રેકપના (Tiger Shroff and Disha Patani break up) સમાચાર સામે આવ્યા છે. તો જાણો શું ખરે ખર આ એક્ટ્ર્ર્રર્સનું અફેર હતુ કે કેમ જાણો સમગ્ર ઘટના.

જાણો શમિતા શેટ્ટી પછી આ બોલીવૂડ એક્ટ્રર્સનું બ્રેકપ

author img

By

Published : Jul 27, 2022, 3:01 PM IST

Updated : Jul 27, 2022, 3:06 PM IST

હૈદરાબાદઃ શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ (Shamita Shetty and Rakesh Bapat breakup) બાદ બોલિવૂડમાંથી વધુ એક કપલના બ્રેકઅપના સમાચાર આવી રહ્યા છે. આ જોડી બીજું કોઈ નહીં પણ બોલિવૂડનું પાવરફુલ કપલ ટાઈગર શ્રોફ અને દિશા પટણી છે. ટાઈગર-દિશાના બ્રેકઅપના (Tiger Shroff and Disha Patani break up) સમાચાર બોલિવૂડમાં જોર પકડ્યું છે. જો કે, આ દંપતી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, ન તો કપલે ક્યારેય જાહેરમાં તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો: શમિતા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર કરી બ્રેકઅપની જાહેરાત

આ કપલનું સ્ટેટસ: તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા બંનેની આઉટિંગ અને વેકેશનની તસવીરો પર ઘણી બધી હિન્ટ્સ જોવા મળતી હતી. પરંતુ આ વર્ષની શરૂઆતથી આ કપલનું સ્ટેટસ સિંગલ હોવાનું કહેવાય છે. મીડિયા અનુસાર, દિશા અને ટાઈગરના રસ્તા હવે અલગ થઈ ગયા છે. બંનેએ પોતાના સંબંધો પર મહોર લગાવ્યા વગર જ સબંધ સમાપ્ત કરી દીધા છે.

ટાઈગરના મિત્રએ સમગ્ર મામલાને ઉજાગર કર્યો: મીડિયા અનુસાર, ટાઈગરના એક મિત્રએ સમગ્ર મામલાને ઉજાગર કર્યો છે. ટાઈગરના મિત્રએ જણાવ્યું કે તેને પણ થોડા સમય પહેલા આ વિશે ખબર પડી હતી અને બ્રેકઅપની અસર અભિનેતા પર પડી નથી અને તે પોતાના કામ પર ધ્યાન આપી રહ્યો છે.

એકબીજાને આવનારી ફિલ્મો માટે શુભેચ્છાઓ: ટાઈગરના મિત્રનું કહેવું છે કે ટાઈગરે હજુ સુધી આ વિશે કોઈને જણાવ્યું નથી. પરંતુ આ દરમિયાન એવા પણ અહેવાલ છે કે ટાઈગર-દિશા પણ એકબીજાની પોસ્ટને લાઈક કરી રહ્યા છે અને એકબીજાને આવનારી ફિલ્મો માટે શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો: ફિલ્મ ઇમરજન્સીમાં અટલ બિહારી વાજપેયનો ફર્સ્ટ લુક જાહેર

બ્રેકઅપના સમાચાર: દિશાની આગામી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' 29 જુલાઈએ રિલીઝ થઈ રહી છે, જ્યારે ટાઈગરની આગામી ફિલ્મ 'સ્ક્રુ ઢીલા'ની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે, જેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને હજુ પણ સારા મિત્રો છે. જો કે, આ ટ્રેન્ડ એ પણ નવો નથી કે જ્યારે કોઈ અભિનેતા અથવા અભિનેત્રીની કોઈ ફિલ્મ રિલીઝ થવાની હોય છે, ત્યારે તેમના બ્રેકઅપના સમાચાર વારંવાર હેડલાઇન્સ બનાવે છે. હવે ચાહકો રાહ જોઈ રહ્યા છે કે તેમના ફેવરિટ કપલ પોતે આ અટકળો પર કોઈ પ્રતિક્રિયા આપશે કે નહી!

Last Updated : Jul 27, 2022, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.