મુંબઈઃ સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. તેણે વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત લોકપ્રિય ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને માત આપી છે. ફિલ્મને લગતા વિવાદો વચ્ચે, આ ઓછા બજેટની ફિલ્મે બોક્સ ઓફિસ પર અક્ષય કુમાર સ્ટારર 'સેલ્ફી' અને કાર્તિક આર્યન સ્ટારર 'શહેજાદે'ને પણ પાછળ છોડી દીધી છે. બજારના પ્રારંભિક આંકડાઓ અનુસાર, ફિલ્મ પાંચમા દિવસે એટલે કે 8મી મેના રોજ 50 કરોડના ક્લબમાં સ્થાન મેળવે તેવી આશા છે.
બોક્સ ઓફિસ કલેક્શન: ધ કેરલા સ્ટોરીના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, તારીખ 5 મે પ્રથમ દિવસે 08.03 કરોડ, તારીખ 6 બીજા દિવસે 11.22 કરોડ, તારીખ 7 મે ત્રીજા દિવસે 16.00 કરોડ, તારીખ 8 મે ચાથા દિવસે 10.50 કરોડ રુપિયાની કમાણી થઈ છે. આમ કુલ કલેકશન 45.75 કરોડ રુપિયા છે. જ્યારે કાશ્મિર ફાઈલની વાત કરીએ તો, તારીખ 11 માર્ચ પ્રથમ દિવસે 03.55 કરોડ, તારીખ 12 માર્ચ બીજા દિવસે 08.50 કરોડ, તારીખ 13 માર્ચ ત્રજા દિવસે 15.10 કરોડ, તારીખ 14 માર્ચ ચોથા દિસવસે 15.05 કરોડ રુપિયાની કમાણી કરી છે. આમ 'કાશ્મિર ફાઈલ' ફિલ્મનું ચાર દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન કુલ 42.20 કરોડ રુપિયા છે.
- Bandaa trailer: રેપ પીડિતા માટે કોર્ટમાં લડતા મનોજ બાજપેયી, અહિં જુઓ ફિલ્મનું રસપ્રદ ટ્રેલર
- બિપાશા-કરણે શેર કર્યો નાની રાજકુમારીનો ક્યૂટ વીડિયો, ચાહકો કોમેન્ટ કરી રહ્યાં છે
- The Kerala Story: બંગાળમાં 'ધ કેરલા સ્ટોરી' જોઈ શકશે નહીં, ફિલ્મ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય
કેરલા સ્ટોરીએ કાશ્મિર ફાઈલ્સને માત આપી: શુક્રવારે એટલે કે તારીખ 5 મેના રોજ રીલિઝ થયેલી 'ધ કેરલા સ્ટોરી' એ શરૂઆતના દિવસે 8.3 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બીજા દિવસે 11.22 કરોડ, ત્રીજા દિવસે એટલે કે તારીખ 7 મેના રોજ ફિલ્મે 16 કરોડનો બિઝનેસ કર્યો હતો. બીજી તરફ ચોથા દિવસે એટલે કે તારીખ 8 મેના રોજ પ્રાથમિક આંકડાઓ અનુસાર ફિલ્મે 10.50 કરોડનો બિઝનેસ કર્યો હતો. કુલ મળીને ફિલ્મે 4 દિવસમાં કુલ 45.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બીજી તરફ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ 4 દિવસમાં કુલ 42.20 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.