ETV Bharat / entertainment

The Kerala Story: 'ધ કેરલા સ્ટોરી' ટીમ UPના CMને મળી, યોગી આદિત્યનાથે ફિલ્મની પ્રશંસા કરી - CM યોગી આદિત્યનાથ

'ધ કેરલા સ્ટોરી'ની ટીમ યુપીના CM યોગી આદિત્યનાથને મળી અને ફિલ્મની પ્રશંસા કરવા બદલ તેમનો આભાર માન્યો હતો. આ દરમિયાન યોગી આદિત્યનાથે પણ સોશિયલ મીડિયા પર 'ધ કેરલા સ્ટોરી ટીમ'ની પ્રશંસા કરતા તસવીર શેર કરી છે. આ તસવીરમાં ફિલ્મ નિર્દેશક, ફિલ્મ નિર્માતા અને ફિલ્મની અભિનેત્રી જોવા મળે છે.

Et'ધ કેરલા સ્ટોરી' ટીમ CM યોગી આદિત્યનાથને મળી, આભાર વ્યક્ત કર્યો
'ધ કેરલા સ્ટોરી' ટીમ CM યોગી આદિત્યનાથને મળી, આભાર વ્યક્ત કર્યો
author img

By

Published : May 11, 2023, 10:54 AM IST

મુંબઈઃ પ્રખ્યાત ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ને લઈને વિવાદ વધી રહ્યો છે. જ્યારે શાસક પક્ષ ફિલ્મની તરફેણમાં છે, તો ઘણા વિરોધ પક્ષો તેને પ્રોપેગેન્ડા ગણાવી રહ્યા છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ફિલ્મની પ્રશંસા કરી છે. હવે ફિલ્મની ટીમ યુપીના સીએમને મળી છે. આ સાથે ટીમે આ બેઠક માટે મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. નિર્માતા વિપુલ શાહ અને નિર્દેશક સુદીપ્તો સેન, ફિલ્મની મુખ્ય અભિનેત્રી અદા શર્મા સીએમ યોગીને મળ્યા હતા.

CM યોગી સાથે મુલાકાત: CM યોગીએ પણ ટ્વિટર પર 'ધ કેરલા સ્ટોરી'ની ટીમ સાથેની તસવીર શેર કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે. કેરલાની ટીમ સાથે આ તસવીર શેર કરતા સીએમ યોગી આદિત્યનાથે લખ્યું, 'આજે લખનૌમાં સરકારી આવાસ પર ધ કેરલા સ્ટોરી ફિલ્મની ટીમ સાથે સૌજન્ય મુલાકાત'. તસ્વીરમાં સીએમ યોગી સાથે ફિલ્મ નિર્દેશક સુદીપ્તો સેન, ફિલ્મ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ, અભિનેત્રી અદા શર્મા છે.

  • आज लखनऊ स्थित सरकारी आवास पर 'The Kerala Story' फिल्म की टीम के साथ शिष्टाचार भेंट हुई। pic.twitter.com/bfj7sswOTU

    — Yogi Adityanath (@myogiadityanath) May 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો:

  1. Nikki Tamboli : 'બિગ બોસ 14' ફેમ નિક્કી તંબોલીએ સાડીમાં અદભૂત આપ્યા પોઝ, જુઓ બોલ્ડ તસવીર
  2. The Kerala Story: Vhp દ્વારા દિલ્હીમાં 'ધ કેરલા સ્ટોરી'ને ટેક્સ ફ્રી કરવાની માંગ, Cmને લખ્યો પત્ર
  3. મનોજ બાજપેયીની ફિલ્મને આસારામ બાપુએ મોકલી નોટિસ, મેકર્સે આપ્યો આ જવાબ

ટેક્સ ફ્રી કરવાની માંગ: 'ધ કેરલા સ્ટોરી' પહેલા મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી થઈ અને પછી તેને ઉત્તરાખંડમાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. ફિલ્મ ઉત્તર પ્રદેશમાં પણ ટેક્સ ફ્રી કરવાની વાત ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં જ્યાં પણ ભાજપની સરકાર છે, ત્યાં ફિલ્મને કરમુક્ત ચલાવવામાં આવી રહી છે. આ સાથે જ વિશ્વ હિન્દુ પરિષદે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે ફિલ્મ પર ટેક્સ ફ્રી કરવાની માંગ કરી છે. અહીં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આ ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.