હૈદરાબાદ: ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર સમારોહ એકેડેમી એવોર્ડ્સ તારીખ 12 માર્ચ 2023થી યોજાવા જઈ રહ્યો છે. આ વખતે ઓસ્કારમાં ભારતને 2 કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. હવે ભારતીય સિનેમાને લગતા ઓસ્કારને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. હકીકતમાં તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સૂર્યા એકેડમીની વોટિંગ કમિટીના સભ્ય બની ગયા છે. આ ખુશખબર ખુદ તમિલ સુપરસ્ટારે સોશિયલ મીડિયા પર આપી છે.
-
Voting done! #Oscars95 @TheAcademy pic.twitter.com/Aob1ldYD2p
— Suriya Sivakumar (@Suriya_offl) March 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Voting done! #Oscars95 @TheAcademy pic.twitter.com/Aob1ldYD2p
— Suriya Sivakumar (@Suriya_offl) March 8, 2023Voting done! #Oscars95 @TheAcademy pic.twitter.com/Aob1ldYD2p
— Suriya Sivakumar (@Suriya_offl) March 8, 2023
આ પણ વાંચો: Actor Rajasthan Collection: યાદોમાં સતીશ, એટલે જ રાજસ્થાન ખાસ હતું!
ચાહકોએ આપ્યા અભિનંદન: તમિલે ટ્વિટર પર એક ટ્વિટ જારી કરીને કહ્યું છે કે, ''ઓસ્કાર એવોર્ડ્સ 2023 માટે વોટિંગ થઈ ગયું છે. આ સારા સમાચાર જાણ્યા પછી, કોલીવુડ સુપરસ્ટારના ચાહકો ક્લાઉડ નાઈન પર છે. સુર્યા તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પહેલો એક્ટર બન્યો છે, જે ઓસ્કારની વોટિંગ કમિટીમાં સામેલ થયો છે. સૂર્યાના ચાહકો આને લઈને ખૂબ જ ખુશ છે. આ સિદ્ધિ બદલ અભિનેતાના ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે.
AR રહેમાને કર્યું ટ્વીટ: આ પહેલા 2 વખત ઓસ્કાર એવોર્ડ જીતી ચૂકેલા સંગીત જગતના બાદશાહ AR રહેમાને ટ્વીટ કરીને કહ્યું હતું કે, તેમણે પોતાનો મત આપ્યો છે. અગાઉ, બોલિવૂડ અભિનેત્રી કાજોલને વર્ષ 2022માં મતદાન માટે સમિતિ દ્વારા પસંદ કરવામાં આવી હતી અને તેની સાથે ભારતીય નિર્દેશક અને સ્ક્રીન લેખક રીમા કાગતીને પણ આ સન્માન મળ્યું હતું.
આ પણ વાંચો: Satish Kaushik Death: અભિનેતા સતીશ કૌશિકનું મૃત્યુ કેવી રીતે થયું, જાણો અહિં સમગ્ર ઘટના
નાટુ નાટુ ગીતને ઓસ્કાર: આ વખતે ભારતીયોને આશા છે કે, ઓસ્કર ચોક્કસપણે ઘરે આવશે. કારણ કે, આ વખતે દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ દિગ્દર્શક SS રાજામૌલીની મેગા-બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR'ના સુપરહિટ ગીત 'નાટુ'-નાટુ'ને શ્રેષ્ઠ મૂળ ગીતની શ્રેણીમાં ઓસ્કારમાં નોમિનેશન મળ્યું છે.