ETV Bharat / entertainment

Sun Sajni Song: 'સત્ય પ્રેમ કી કથા'નું 'સુન સજની' ગીત રિલીઝ, જુઓ વીડિયો - સુન સજની ગીત

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની જોડી સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહી છે. કાર્તિક આર્યને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'સત્ય પ્રેમ કી કથા'નું ચોથું ગીત 'સુન સજની' રિલીઝ કર્યું છે. ચાહકો આ ગીત સાંભળીને ખુબજ મજા માણી રહ્યાં છે. આ દરમિયાન ચાહકો કોમેન્ટ બોક્સમાં પ્રેમ વરસાવી રહ્યાં છે.

'સત્ય પ્રેમ કી કથા'નું 'સુન સજની' ગીત રિલીઝ, જુઓ વીડિયો

author img

By

Published : Jun 21, 2023, 4:18 PM IST

હૈદરાબાદ: બોલિવુડના અભિનેતા કાર્તિક આર્યન અને પ્રખ્યાત અભિનેત્રી કિયારાની ફિલ્મ 'સત્ય પ્રેમ કથા'નું નવું સોન્ગ 'સુન સજની' રિલીઝ થઈ ગયું છે. તારીખ 21 જૂનના રોજ કાર્તિક આર્યને પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા રિલીઝ કરવામાં આવેલા સોન્ગ આગની જેમ વાયરલ થઈ રહ્યું છે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની જોડી અગાઉ 'ભુલ ભુલૈયા 2' માં જોવા મળી હતી. આ ગીતમાં નવરાત્રી ગરબાની ઝલક જોવા મળી રહી છે.

નવું ગીત રિલીઝ: કાર્તિક આર્યને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, 'મેં તો નાચુંગા. આજ સે ગરબા મચેગા. સાથે વર્ષની સૌથી મોટી પ્રેમ કથાની ઉજવણી કરો. સન સજની. કાર્તિક આર્યન અને કિયારા અડવાણીનો પહેરવેશ નવરાત્રી ગરબા ડ્રેસમાં જોવા મળે છે. આ ગીત રિલીઝ થતાં જ ગુજરાતીઓના દિલના દબકારા વધી ગયા છે. ચાહકોને આ સોન્ગ વીડિયો જોઈને નવરાત્રી યાદ આવી રહી છે.

ચાહકોનો મળ્યો પ્રતિસાદ: કાર્તિક આર્યનનું ગીત ચાહકોને પસંદ આવી રહ્યું છે. આ દરમિયાન કોમેન્ટ પણ કરી રહ્યાં છે. એક યાહકે લખ્યું છે કે, 'કેવો સૌંદર્યલક્ષી સમૂહ, મંત્રમુગ્ધ દેખાવ, વિદ્યુતપ્રવાહના ધબકારા, સિઝલિંગ હોટ કેમિસ્ટ્રી, ધમાકેદાર ડાન્સ મૂવ્સ, સુંદર ગીત. બસ વાહ છે.' બીજા યુઝરે લખ્યું છે કે, 'સુંદર રીતે કરવામાં આવેલ ગરબા મૂવ્સ, અને સમગ્ર ટ્રેકમાં સત્તુ અને કથા બંનેની ઉર્જા પ્રશંસનીય છે.' ત્રીજાએ લખ્યું છે કે, 'સત્તુ તરીકે કાર્તિકાર્યન એ ક્યૂટનેસનું પ્રતિક છે.'

ફિલ્મના કાલકાર: 'સત્ય પ્રેમ કી કથા' ફિલ્મના નિર્દેશક સમીર વિદ્વાંસ છે. આ ફિલ્મમાં કર્તિક આર્યન સત્તુ ની ભૂમિકામાં, કથાની ભૂમિકામાં કિયારા અડવાણી જોવા મળે છે. આ ઉપરાંત રાજપાલ યાદવ, અનુરાધા પટેલ, સિદ્ધાર્થ રાંદેરિયા, સુપ્રિયા પાઠક, ગજરાજ રાવ સામેલ છે. આ ફિલ્મ તારીખ 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

  1. Adipurush: વિરોધ વચ્ચે 'આદિપુરુષ' બોક્સ ઓફિસ પર સંઘર્ષમાં, પાંચમા દિવસે મુઠ્ઠીભર કમાણી
  2. Box Office Collection: 'જરા હટકે જરા બચકે' બોક્સ ઓફિસ પર ચાલુ, 70 કરોડથી વધુની કમાણી
  3. Lust Stories 2 Trailer: 'lust Stories 2' નું ટ્રેલર રીલીઝ, 29 જૂને નેટફ્લિક્સ પર જોવા મળશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.