હૈદરાબાદ: પૂર્વાયન ચેટર્જીનો જન્મ કોલકાતામાં થયો હતો. તે એક ભારતીય સિતારવાદક છે. તેઓ પરંપરાગત ભારતીય શાસ્ત્રીય સંગીતને સમકાલીન વિશ્વ સંગીત શૈલીઓ સાથે જોડવા માટે પ્રખ્યાત છે. સિતારના ઘડવૈયા પુર્વાયન ચેટર્જીએ ઓસ્ટ્રેલિયન એરલાઈનસ ક્વાન્ટાસ પર તેમની ગુમ થયેલી સિતાર ન પહોંચાડડાનો આરોપ મુક્યો છે. જ્યારે તેમના શો એક પછી એક યોજાવાના છે. તેમણે પોતાની દુર્દશા શેર કરતા 46 વર્ષના ચેટરજીએ ટ્વિટર પર એક વીડિયો સંદેશ શેર કર્યો છે.
પૂર્વાયને આરોપ મુક્યો: આ વીડિયો શેર કરીને તેમણે લખ્યું છે કે, ''ગુમ થયેલ સિતાર ગાથા ચાલુ છે. ક્વાન્ટાસ એમિરેટ્સની પાસે હજુ પણ જવાબ નથી. જ્યારે મારી પાસે આ વર્ષના અંતે આ અઠવાડિયે ત્રણ એક પછી એક શો છે.'' સિતાર ઉસ્તાદે વીડિયોમાં દાવો કર્યો છે કે, ''હું તમારી સાથે શેર કરવા માંગતો હતો કે, છેલ્લા 24 કલાકમાં મારો સમય કેટલો કષ્ટદાયક હતો. તમે બધા જાણો છો કે, ક્વાન્ટાસે મારા બન્ને સિતારને ઓકલેન્ડથી મેલબોર્ન સુધી રોલ ન કરવાનો નિર્ણય લીધો છે, ખરેખર એક સીધી આશા હતી. મારા બન્ને સિતાર વગર હું મેલબોર્નમાં ઉતર્યો. પરંતુ ક્યારેક આવું થઈ શકે છે તે માનવીય ભૂલ છે.''
સિતારની ડિલિવરી: દેશના શ્રેષ્ઠ વાદ્યવાદક માટે ભારતના રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર ચેટરજીએ જણાવ્યું હતું કે, ''ક્વાંટાસે મને કહ્યું કે, સિતારની ડિલિવરી દિવસના અંત સુધીમાં કરવામાં આવશે. કારણ કે, સાંજે 5:15 કલાકે ઓસ્ટ્રેલિયન સમય મુજબ ફ્લાઈટનું લેન્ડિગ હતું. જ્યારે મેં સામાન ચેક કર્યું ત્યારે તેમણે કહ્યું કે, સિતાર ખરેખર લોડ કરવામાં આવી હતી. તેમ છતા ક્વાન્ટાસ કોઈ પણ ફોન કોલ્સનો જવાબ આપતું નથી. તેમની પાસે ગ્રાહકની એક્સેસ નથી.''
સિતાર થયા ગુમ: ક્વાન્ટાસે મને કહ્યું કે, ''સિતાર દિવસના અંત સુધીમાં પહોંચાડવામાં આવશે. કારણ કે, સાંજે તેમણે દાવો કર્યો હતો કે, સિતાર મેલબોર્મમાં હવાઈ મથક પર પ્રાપ્ત કરાવામાં આવ્યા હતા. પરંતુ 24 કલાક પછી પણ મને હજુ સુધી સંગીતના સાધનો મળ્યા નથી. અમને આજીવિકા મેળવવાનો એટલો જ અધિકાર છે જેટલો અન્ય કોઈપણ વ્યક્તિને છે.''
- Box Office Collection: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ એક સપ્તાહ પુરો કર્યો, જાણો 8માં દિવસની કમાણી
- Kangana Ranaut First Look: 'ચંદ્રમુખી 2'માંથી કંગના રનૌતનો ફર્સ્ટ લુક આવ્યો સામે, ફિલ્મ ડિસેમ્બરમાં થશે રિલીઝ
- Hollywood Actor Dies: હોલિવુડના અભિનેતા માર્ક માર્ગોલિસનું નિધન, ન્યૂયોર્કમાં 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ