હૈદરાબાદ: ગુજરાત રાજ્યમાં ચાર વર્ષ બાદ યોજાયેલા ગુજરાત ફિલ્મ પારિતોષિક સમારોહમાં હેલ્લારો ફિલ્મની અભિનેત્રી શ્રદ્ધા ડાંગર અને સંગીતકાર મૌલિક નાયકને એવોર્ડ આપવામાં આવ્યો હતો. શ્રદ્ધા અને મૌલિકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. બન્ને ગુજરાતી કલાકારોએ પોસ્ટમાં તસવીર શેર કરીને તેમની ટિમ અને ગુજરાત સરકરનો આભાર વ્યક્ત કર્યો છે.
શ્રદ્ધા ડાંગરની પોસ્ટ: શ્રદ્ધા ડાંગરે આ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ''ગુજરાત રાજ્ય ફિલ્મ પુરસ્કાર. હેલારો. 3 વર્ષથી વધુ સમય પછી પણ, અમે હજી પણ પ્રશંસા સાથે વરસી રહ્યા છીએ. આ બધું અમારી ટીમના દરેક વ્યક્તિની સખત મહેનતને આભારી છે અને ચાલો તે નાયકોને ભૂલશો નહીં જેઓ પડદા પાછળ હસ્ટલિંગ કરી રહ્યા હતા. તેમનો પરસેવો અને મહેનત આજે પણ ફળી રહી છે. હું મારી અતુલ્ય ટીમ માટે આભારી છું.''
મૌલિક નાયકની પોસ્ટ: સંગીતકાર મૌલિક નાયકે પણ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી છે. આ તસવીર સાથે તેમણે એવોર્ડ મળવા બદલ ગુજરાત સરકારને આભાર વ્યક્ત કર્યો છે. પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, 'ફિલ્મ હેલ્લારોમાં ભગલાના પાત્ર માટે જ્યુરી એવોર્ડ. ખૂબ ખૂબ આભાર. ગુજરાત ઈન્ફોર્મેશન. ગુજરાત રાજ્ય સરકાર. ખૂબ ખૂબ આભાર અભિષેક શાહ આને જીવાડવા માટે.'
ગુજરાતી ફિલ્મ એવોર્ડ: ગુજરાતમાં ગાંધીનગર ખાતે સચિવાલમાં ગુજરાતી ફિલ્મ પારિતોષિક એવોર્ડ સમારોહ યોજાયો હતો. કોરોના કાડના કારણે લગભગ ચાર વર્ષ પછી આ સમારોહ યોજાયો હતો. આ એવોર્ડ સમારોહમાં વિવિધ કલાક્ષેત્રે એવોર્ડ આપવામાં આવ્યાં હતાં. આ દરમિયાન ઢોલિવુડ ફિલ્મના કાલકારો ઉપસ્થિત રહ્યાં છે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતી ફિલ્મના કાલકાર સિદ્ધાર્થ આનંદ અને હેલ્લારો ફિલ્મની અભિનેત્રી નીલમ પંચાલે પણ ઉપસ્થિત રહ્યાં છે.
181 પારિતોષિક એનાયત: આ એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ નરિેદશક, શ્રેષ્ઠ ચલચિત્ર, શ્રેષ્ઠ નિર્માતા વગેરે વિવિધ ક્ષેત્રે પારિતોષિક એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુલ 46 શ્રેણીમાં 8 અંદાજિત 181 ચલચિત્ર પારિતોષિક એનાયત કરવામાં આવ્યાં હતાં. આમ ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલના સચિવ અવંતિકા સિંગના વરદ હસ્તે કુલ 181 એવોર્ડ આપવામાં આવ્યાં હતાં.