ETV Bharat / entertainment

'KGF: ચેપ્ટર-2'થી ડરી શાહિદ કપૂરની 'જર્સી', રિલીઝ ડેટ બદલાઈ - Shahid kapoor starrer jersey Film

શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી' તમિલ ફિલ્મ 'જર્સી'ની હિન્દી રિમેક છે, જે કોવિડને કારણે ગયા વર્ષે રિલીઝ થઈ શકી ન હતી. આવી સ્થિતિમાં કોરોનાની અસર સામાન્ય થયા બાદ ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ થવાની (jersey release date postponed) હતી.

KGF: ચેપ્ટર-2થી ડરી શાહિદ કપૂરની જર્સી
KGF: ચેપ્ટર-2થી ડરી શાહિદ કપૂરની જર્સી
author img

By

Published : Apr 11, 2022, 3:16 PM IST

હૈદરાબાદઃ શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ 'જર્સી'ને લઈને મોટા સમાચાર આવ્યા છે. આ ફિલ્મ 14 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ ફિલ્મની રિલીઝના ત્રણ દિવસ પહેલા મેકર્સે મોટો નિર્ણય લીધો છે. આ ફિલ્મ હવે 14 એપ્રિલના રોજ રિલીઝ થશે (jersey release date postponed) નહીં, એટલે કે, ફિલ્મની રિલીઝ ડેટ ફરી એક વાર આગળ વધારી દેવામાં આવી છે. આ ફિલ્મ હવે 22 એપ્રિલે સિનેમાઘરોમાં (jersey release on 22 april) આવશે. તમને જણાવી દઈએ કે, 13 અને 14 એપ્રિલના રોજ પેન ઈન્ડિયા સાઉથની બે ફિલ્મો 'KGF ચેપ્ટર-2' અને 'Beast' બોક્સ ઓફિસ પર રિલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મોની સામે જ શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી' પડી (Shahid kapoor starrer jersey Film) જશે, તેથી ફિલ્મની રિલીઝ ડેટ બદલવામાં આવી છે.

આ પણ વાંચો : KGF - ચેપ્ટર 2 હિન્દી ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ કરી અધધ કમાણી

તમિલ ફિલ્મ જર્સીની હિન્દી રિમેક: શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી' તમિલ ફિલ્મ 'જર્સી'ની હિન્દી રિમેક છે, જે કોવિડને કારણે ગયા વર્ષે રિલીઝ થઈ શકી ન હતી. આથી, કોરોનાથી સ્થિતિ સામાન્ય થયા બાદ ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ અહીં 'રોકિંગ સ્ટાર' યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'KGF ચેપ્ટર-2'ના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 14 એપ્રિલે વિશ્વભરમાં રિલીઝ થવા જઈ રહી છે.

ફિલ્મ 'બીસ્ટ'ના ટ્રેલરે ખળભળાટ મચાવ્યો : તે જ સમયે, તમિલ સુપરસ્ટાર વિજયની હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મ 'બીસ્ટ' 13 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. ફિલ્મ 'બીસ્ટ' પહેલા માત્ર તમિલ ભાષામાં જ રીલિઝ થવાની હતી, પરંતુ ફિલ્મ 'પુષ્પા' અને 'RRR'ની એન્ટ્રી જોઈને આ ફિલ્મને તમિલ ઉપરાંત હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. . ફિલ્મ 'બીસ્ટ'ના ટ્રેલરે ખળભળાટ મચાવી દીધો છે.

આ પણ વાંચો : દિગ્ગજ અભિનેતા શિવા સુબ્રમણ્યમનું નિધન, બોલિવૂડમાં શોકની લહેર

KGF ચેપ્ટર-2' જોવા સિનેમાઘરોમાં જશે : આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું હતું કે શાહિદ કપૂરની 'જર્સી'ને બદલે દર્શકો અભિનેતા યશની 'KGF ચેપ્ટર-2' જોવા સિનેમાઘરોમાં જશે. તે જ સમયે, હવે બોક્સ ઓફિસ પર 'KGF-2' અને 'Beast' વચ્ચે જોરદાર સ્પર્ધા થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.