હૈદરાબાદ: આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપ 2022 (Fifa Final world cup 2022)ના ટાઇટલ મેચમાં ફ્રાંસને 4-2થી હરાવીને ટ્રોફી પોતાના ઘરે લઈ લીધી છે. આર્જેન્ટિનાની જીતની બોલિવૂડમાં જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે અને સેલેબ્સ કતારના લુસેલ સ્ટેડિયમમાંથી તેમની તસવીર શેર કરી રહ્યા છે. આ એપિસોડમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પણ ફ્રાન્સ પર આર્જેન્ટિનાની રોમાંચક જીતનો સાક્ષી બન્યા હતા. આર્જેન્ટિનાની જીત પર શાહરૂખ ખાને વિજેતા ટીમના કેપ્ટન લિયોનેલ મેસ્સીના નામે એક શાનદાર ટ્વીટ કર્યું (Shah Rukh khan tweet) છે. શાહરૂખ ખાને સ્ટુડિયો રૂમમાંથી રમતનો આનંદ માણ્યો અને તેમના દર્શકોનું મનોરંજન પણ કર્યું હતું. શાહરૂખ તેની આગામી ફિલ્મ 'પઠાણ'ના પ્રમોશન માટે અહીં આવ્યા હતા.
શાહરૂખે મેસ્સીનો માન્યો આભાર: શાહરૂખ ખાને પોતાના ટ્વીટથી તેમના ચાહકોની આંખો ભીની કરી દીધી છે. શાહરૂખે આ ટ્વીટ સાથે પોતાનું યાદગાર બાળપણ પણ યાદ કર્યું છે. કિંગ ખાને લખ્યું, 'અમે અત્યાર સુધીની સૌથી શાનદાર વર્લ્ડ કપ ફાઈનલમાંથી એકના સમયમાં જીવી રહ્યા છીએ. મને યાદ છે કે, મારી માતા સાથે એક નાનકડા ટીવી પર વર્લ્ડ કપ જોયું હતું. હજુ પણ મારા બાળકો સાથે એ જ ઉત્તેજના. અને અમને બધાને પ્રતિભા, મહેનત અને સપનામાં વિશ્વાસ અપાવવા બદલ મેસ્સીનો આભાર.'
શાહરુખ અને ફુટબોલર વેઈમ રુની: શાહરૂખ ખાન FIFA વર્લ્ડ કપ 2022 માટે કતાર પહોંચ્યા હતા. જ્યાં તેમણે આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની ફાઈનલ મેચ પહેલા સ્ટુડિયોમાંથી પોતાની ફિલ્મ 'પઠાણ'નું પ્રમોશન કર્યું હતું. અહીં શાહરૂખે ફૂટબોલર વેઇન રૂનીને તેની આઇકોનિક ડાન્સ સ્ટાઇલ પણ શીખવ્યું હતું.
દીપિકા પાદુકોણને મળ્યું સન્માન: આ સિવાય બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે ફિફા ફાઈનલ 2022ની ટ્રોફીનું લોન્ચ કર્યું હતું. તમને દીપિકા દુનિયાની પહેલી એવી અભિનેત્રી બની ગઈ છે, જેને આ સન્માન મળ્યું છે.
પઠાણ ક્યારે છૂટશે: શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'પઠાણ' તારીખ 25 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થઈ રહી છે. આ માટે ફિલ્મની સ્ટારકાસ્ટે ફિલ્મનું મોટા સ્તર પર પ્રમોશન કર્યું છે. અગાઉ શાહરૂખ ખાને ભૂતકાળમાં અમિતાભ બચ્ચન સાથે કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની તારીખ 28મી આવૃત્તિમાં હાજરી આપી હતી.