ETV Bharat / entertainment

Shah Rukh Khan Accident: લોસ એન્જલસના સેટ પર શાહરૂખ ખાન ઈજાગ્રસ્ત, સર્જરી કરવી પડી - શાહરૂખ ખાન ઈજાગ્રસ્ત

શાહરૂખ ખાનને લોસ એન્જલસમાં શૂટિંગ દરમિયાન તેના નાકમાં ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ નાકની સર્જરી કરી હતી. શાહરુખ ખાન આગામી ફિલ્મ 'જવાન' અને 'ડંકી'માં જોવા મળશે. શાહરુખની 'પઠાણ' ફિલ્મે 1000 કરોડથી વધુ બિઝનેસ કરીને ઈતિહાસ સર્જ્યો છે.

લોસ એન્જલસના સેટ પર શાહરૂખ ખાન ઈજાગ્રસ્ત, સર્જરી કરવી પડી

author img

By

Published : Jul 4, 2023, 1:17 PM IST

મુંબઈઃ બોલિવુડના 'પઠાણ' શાહરૂખ ખાનના ચાહકો માટે ખરાબ સમાચાર છે. શાહરૂખ ખાનનો સેટ પર અકસ્માત થયો હતો. શાહરૂખ લોસ એન્જલસમાં એક પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાન સેટ પર ઈજાગ્રસ્ત થયા હતા અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્સિડન્ટ બાદ જ્યારે શાહરૂખ ખાનના નાકમાંથી લોહી નીકળતું બંધ ન થયું, ત્યારે સર્જરી કરાવવી પડી હતી.

શાહરૂખ ખાન ઈજાગ્રસ્ત: એવું કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેતાના નાક પર ઈજાના કારણે ખૂબ જ લોહી વહી રહ્યું હતું, ત્યારબાદ તેનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. શાહરૂખ ખાનનું ઓપરેશન કરનારા ડૉક્ટરોએ કહ્યું છે કે, ''હવે ચિંતા કરવાની કોઈ વાત નથી. શાહરૂખ ખાન આ ઈજામાંથી જલ્દી સાજા થઈ જશે.'' શાહરૂખ ખાનના નાક પર પટ્ટી બાંધેલી જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત બાદ શાહરૂખ ખાન દેશ પરત ફર્યા છે.

અભિનેતાના નાકની સર્જરી: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન એક પ્રોજેક્ટના શૂટિંગ માટે લોસ એન્જલસ પહોંચ્યા હતા અને શૂટિંગ દરમિયાન તેમને નાક પર જોરથી વાગ્યું હતું અને તેમનો ચહેરો લોહીથી લથપથ હતો. આવી સ્થિતિમાં તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ પ્રોજેક્ટ ટીમને જાણ કરી છે કે, અભિનેતા ખતરાથી બહાર છે અને તેના નાકમાંથી સતત લોહી વહેતું રોકવા માટે એક નાની સર્જરી કરવી પડશે.

અભિનેતાના આગામી પ્રોજેક: આ દિવસોમાં શાહરૂખ ખાન તેમની આગામી ફિલ્મ 'જવાન' અને 'ડંકી'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ 'જવાન' તારીખ 7 સપ્ટેમ્બર અને 'ડંકી' ડિસેમ્બર 2023ના રોજ રીલિઝ થવા જઈ રહી છે. 'પઠાણ' ફિલ્મે 1000 કરોડથી વધુ ધમાકેદાર કમાણી કર્યા બાદ હવે તે પોતાની બંને ફિલ્મોથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે.

  1. Satyaprem Ki Katha: કાર્તિક આર્યનની 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મનું સારું પ્રદર્શન, ચાહકોનો માન્યો આભાર
  2. Usa Film Festival: દહેગામના એક શિક્ષકની શોર્ટ ફિલ્મ Usa ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકી, ભારતને ગૌરવ અપાવ્યું
  3. Tina Ambani: ટીના અંબાણી Ed સમક્ષ હાજર થયા, ફેમા કેસ હેઠળ અભિનેત્રીની પૂછપરછ કરાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.