હૈદરાબાદ: સાઉથ અભિનેત્રી સામંથા રુફ પ્રભુ સોશિયલ મીડિયા પર તેમના ચાહકોને ઈન્ડોનેશિયની સફર વિશે અપડેટ કરી રહી છે. અભિનેત્રીએ તાજેતરમાં જ ઉલુવાટુની સુંદર અને અદ્ભૂત તસવીરો શેર કરી છે. સામંથા ઉલુવાટુમાં વેકેશનનો આનંદ માણી રહી છે. આ તસવીર જોઈ ચાહકો કોમેન્ટ બોક્સમાં પ્રેમની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે. તો ચાલો એક નજર કરીએ અભિનેત્રીની આ લેટેસ્ટ તવસીરો પર.
સામંથાની લેટેસ્ટ તસવીર: તાજેતરમાં જ 'ધે ફેમેલી મેન 2' અભિનેત્રીએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઉલુવાટુમાં પસાર કરેલા ક્ષણની કેટલીક ઝલક શેર કરી છે. તસવીર સાથે હાર્ટ ઈમોજીસ શેર કરીને અભિનેત્રીએ લખ્યું છે, 'ઉલુ'. સામંથાએ શેર કરેલી તસવીરમાં ઉલુવાટુ મંદિરમાં અભિનેત્રી ઉભી હોય એવું લાગે છે. તે ભવ્ય દરિયા કિરાના દૃશ્યનો આનંદ માણી રહી છે. જ્યારે બીજી તસવીરમાં અભિનેત્રી કેમેરાથી દુર રહીને દિવાલ તરફ જોઈ રહી છે.
ચાહકોએ પ્રેમ વર્ષાવ્યો: સામંથાએ તેમની સફર દરમિયાનની સુંદર તસવીરો શેર કરી હોવાથી ચાહકો તેમને જોઈને આનંદિત થઈ ગયા છે. તસવીર જોઈ કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક ચાહકે લખ્યું છે કે, 'લોકો વિચારે છે કે અભિનેત્રી બનવા માટે બાગ્યશાળી છે. પણ જરા વિચાર કરો કે, તેમણે આ સ્થાન સુધી પોહોંચવા માટે કેટલો સંઘર્ષ અને સપમર્ણ કર્યું છે.' અન્ય ચાહકે લખ્યું છે કે, 'આ ચોક્કસ ક્ષણે દુનિયા તમારી છે. સામંથા રુથ પ્રભુ ફોરેવર અ નેચરલ લવ'.
અભિનેત્રીની વર્કફ્રન્ટ: લગભગ એક વર્ષ પહેલા સામંથાને ઓટો ઈમ્યુન ડિસીઝ માયોસિટિસ હોવાનું નિદાન થયુ હતું. અભિનેત્રીએ અભિનયમાંથી બ્રેક લેવાનું વિચાર્યું હતું અને તેમના સ્વાસ્થ્યને ફરી પાછું, તંદુરસ્ત બનાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. શાંકુતલમ અભિનેત્રી સામંથાએ શિવા નર્વાણા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'કુશી'નું શૂટિંગ પરું કર્યું છે. સામંથાએ 'ધ ફમિલી મેન' ફેમ રાજ અને ડીકે દ્વારા નર્દેશિત 'સિટાડેલ ઈન્ડિયા'નું તેમનું શેડ્યૂલ પણ પુરું કર્યું છે, જેમાં વરુણ ધવન પણ સામેલ છે.
- Khedut Ek Rakshak: સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બ્લોકબસ્ટર ફિલ્મ 'ખેડુત એક રક્ષક', 4 દિવસમાં 2 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા
- Dono Teaser Out: સની દેઓલના નાના પુત્ર રાજવીરની બોલિવુડમાં એન્ટ્રી, ફિલ્મ 'દોનો'નું ટીઝર રિલીઝ
- Lgm Film: ચેન્નઈમાં 'lgm' ફિલ્મ પ્રેસ મીટમા યોજાઈ, સાક્ષીએ Ms ધોનીના અભિનય વિશે કહી મોટી વાત