મુંબઈઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ દિગ્દર્શક મણિરત્નમની ફિલ્મ પોનીયિન 'સેલ્વન પાર્ટ 2' પણ ફિલ્મના પહેલા ભાગની જેમ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી ત્યારથી 6 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મે 5 દિવસમાં વૈશ્વિક સ્તર પર 200 કરોડનો આંકડો પાર કરી દીધો હતો. આ સાથે સાબિત કરી દીધું કે, આ ફિલ્મ લાંબો સમય ટકી રહેવાની છે. 'પોનીયિન સેલ્વન 2'એ છઠ્ઠા દિવસે ખુબજ સારી કમાણી કરી છે.
આ પણ વાંચો: hiten kumars Instagram: હિતેન કુમારેને Instagram મળી ગયુ બ્લુટીક, પોસ્ટ મૂકીને કહી મોટી વાત
બોક્સ ઓફિસ કલેક્શન: જો કે, તે ફિલ્મના પાંચમા દિવસનું કલેક્શન ઓછું છે, પરંતુ તારીખ 21 એપ્રિલે રિલીઝ થયેલી બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી અર્નેસ્ટ રેસમાં ઘણી આગળ નીકળી ગઈ છે. 'પોનીયિન સેલ્વન 2'એે છઠ્ઠા દિવસે 8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે પાંચમાં દિવસે 10.5 કરોડનો બિઝનેસ કર્યો હતો. હવે ફિલ્મનું ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કલેક્શન 122.25 કરોડ રૂપિયા થઈ ગયું છે. ફિલ્મ હવે 250 કરોડની નજીક પહોંચી ગઈ છે. આ ફિલ્મ 'પોનીયિન સેલ્વન 2'એ વર્લ્ડવાઈટ 235 કરોડ રુપિયાનો આંકડો પાર કર્યો છે.
આ પણ વાંચો: Ileana D Cruz Pregnant: ઈલિયાના ડિક્રૂઝે પ્રગ્નેન્ટ દરમિયાન આરામદાયક તસવીર કરી શેર, કહ્યું 'હાલની જિંદગી'
પોનીયિન સેલ્વન 1 કેલક્શન: ફિલ્મના પહેલા પાર્ટે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. હવે આ 'પોનીયિન સેલ્વવન 2' ફિલ્મ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખવામાં આવી રહી છે. જે પૂરી થતી જોવા મળી રહી છે. અહીં સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' બીજા વીકેન્ડમાં સમાપ્ત થતી નજર આવી રહી છે. આ બે અઠવાડિયામાં ફિલ્મે માત્ર 170 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો નથી.