ETV Bharat / entertainment

પાકિસ્તાનના સાંસદ આમિર લિયાકતનું શંકાસ્પદ મોત, ત્રીજા લગ્નથી થયા હતા પ્રખ્યાત

સોશિયલ મીડિયાના લગભગ દરેક મીમ્સમાં વાહ વાહ કરતા જોવા મળતા આમિર લિયાકત હુસૈનનું અવસાન (MNA aamir liaquat passes away) થયું છે.

પાકિસ્તાનના સાંસદ આમિર લિયાકતનું શંકાસ્પદ મોત, ત્રીજા લગ્નથી થયા હતા પ્રખ્યાત
પાકિસ્તાનના સાંસદ આમિર લિયાકતનું શંકાસ્પદ મોત, ત્રીજા લગ્નથી થયા હતા પ્રખ્યાત
author img

By

Published : Jun 9, 2022, 4:55 PM IST

હૈદરાબાદઃ પાકિસ્તાનના સાંસદ (Death of a Pakistani MP) અને જાણીતા ટીવી હોસ્ટ આમિર લિયાકત હુસૈનનું નિધન (MNA aamir liaquat passes away) થયું છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, આમિર લિયાકત હુસૈન કરાચીમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. આમિર લિયાકત હુસૈન 49 વર્ષના હતા. આમિર લિયાકત ત્રીજા લગ્ન અને છૂટાછેડા બાદ ચર્ચામાં હતો. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી 'પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ'ના સાંસદ અમીર લિયાકત પાકિસ્તાનમાં શાહબાઝ શરીફની સરકાર બન્યા બાદ પીટીઆઈ નેતાઓથી દૂર થઈ ગયા હતા.

આ પણ વાંચો: દિલ્હી પોલીસનો મોટો ખુલાસો, લૉરેન્સ બિશ્નોઈ છે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનો માસ્ટરમાઈન્ડ

હોસ્પિટલમાં જવાની ના પાડી: જીઓ ન્યૂઝ અનુસાર, આમિર ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. આમિરને ગઈ રાતથી જ તકલીફ અને બેચેની થઈ રહી હતી, પરંતુ તેણે રાત્રે હોસ્પિટલ જવાની ના પાડી દીધી હતી.

રૂમમાંથી બૂમો પાડવાના અવાજો આવી રહ્યા હતા: મીડિયા અનુસાર, કર્મચારી જાવેદે જણાવ્યું કે સવારે આમિરના રૂમમાંથી બૂમો પાડવાના અવાજો આવી રહ્યા હતા. જ્યારે આમિર તરફથી કોઈ જવાબ ન મળ્યો તો તમામ કર્મચારીઓ દરવાજો તોડી અંદર ગયા હતા.

ત્રીજી પત્ની દ્વારા વાંધાજનક વીડિયો લીક કરવામાં આવ્યો હતો: તમને જણાવી દઈએ કે, આમિર છેલ્લા કેટલાક દિવસોથી ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો હતો. તેનો એક વાંધાજનક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો આમિરના રૂમનો હતો જેમાં તે આઈસ ડ્રગ્સનું સેવન કરતો જોવા મળ્યો હતો. તે જ સમયે, જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે આમિરે તેની ત્રીજી પત્ની દાનિયા મલિક પર પ્રહારો કર્યા હતા.

પત્નીનો દાવો છે કે આમિર ડ્રગ્સ લેતો હતો: નોંધનીય છે કે આમિરની ત્રીજી પત્ની દાનિયા તેની ઉંમર કરતાં અડધી છે અને તેણે તાજેતરમાં જ છૂટાછેડા માટે અરજી કરી છે. ખરેખર, દાનિયાએ આ વીડિયો લીક કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેનો પતિ આમિર ડ્રગ્સ લે છે.

આ પણ વાંચો: ઉનાળુ વેકેશનની મજા માણી રહ્યા છે વિરુષ્કા, જૂઓ ફોટોઝ

દાનિયાના દાવાને ખોટો ગણાવ્યો હતો: તે જ સમયે, આમિરે દાનિયાના આ દાવાને ખોટો ગણાવ્યો હતો, કારણ કે દાનિયા એ કહી શકી ન હતી કે રૂમની અંદરનો વીડિયો કોણે રેકોર્ડ કર્યો હતો. તે જ સમયે, છૂટાછેડાની અરજી પછી, દાનિયાએ તેનું નામ દાનિયા અમીર મલિકથી બદલીને દાનિયા મલિક કરી દીધું હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.