ETV Bharat / entertainment

Satyaprem Ki Katha: કાર્તિક આર્યનની 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મનું સારું પ્રદર્શન, ચાહકોનો માન્યો આભાર - સત્યપ્રેમ કી કથાનું બોક્સ ઓફિસ કલેક્શન

બોલિવુડ એક્ટર કાર્તિક આર્યને 'સત્યપ્રેમ કી કથા'ને પ્રેમ આપવા બદલ સોશિયલ મીડિયા દ્વારા દર્શકોનો આભાર માન્યો છે. ફિલ્મનું કુલ કેલક્શન 38 કરોડથી વધુ થઈ ગયું છે. કાર્તિકની ફિલ્મ થયેટરમાં સારું પ્રદર્શન કરી રહી છે. કાર્તિક આર્યને વીડિયો શેર કર્યો છે, જેમાં કિયારા અડવાણી પણ જોવા મળે છે.

કાર્તિક આર્યનની 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મનું સારું પ્રદર્શન, ચાહકોનો માન્યો આભાર

author img

By

Published : Jul 3, 2023, 5:31 PM IST

મુંબઈઃ કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની નવી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'એ બોક્સ ઓફિસ પર જોર પકડ્યું છે. ફિલ્મે તેની રિલીઝના ચોથા દિવસે 12.15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, ત્યારબાદ ફિલ્મની કુલ કમાણી 38.5 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ શાનદાર સફળતા બાદ કાર્તિક આર્યને ફિલ્મને પ્રેમ આપવા બદલ દર્શકોનો આભાર માન્યો છે.

બોક્સ ઓફિસ કલેક્શન: કાર્તિક આર્યનએ સોમવારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર તેની ફિલ્મના પોસ્ટર સાથે એક પોસ્ટ શેર કર્યું છે. જેમાં કેપ્શન લખ્યું છે કે, 'પ્રેમ, જેટલો મળે છે, તેટલો ઓછો છે અને જ્યારે આખા પરિવારનો પ્રેમ મળી જાય છે, ત્યારે બાબત ખાસ બની જાય છે. અમારી 'સત્ય પ્રેમ કી કથા'ને તમારા પરિવારનો ભાગ બનાવવા બદલ આભાર. પોસ્ટર પર કાર્તિક આર્યન અને કિયારાના પોઝ સાથે ફિલ્મની 4 દિવસની કુલ કમાણી 38.5 કરોડ છે.

દર્શકોનો માન્યો આભાર: ગયા રવિવારે 'સત્યપ્રેમ કી કથા'ને દર્શકો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. આ ખાસ ક્ષણ કાર્તિકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ શેર કરતાં તેણે કેપ્શન આપ્યું છે કે, 'આ સ્ટેન્ડિંગ ઓવેશન માત્ર સત્તુ અને કથા માટે જ નથી પરંતુ આખી ટીમ માટે છે, જેમણે આ પરિણામ માટે સખત મહેનત કરી છે.' વીડિયોમાં કાર્તિક સાથે કિયારા પણ જોવા મળી રહી છે. આ દરમિયાન કાર્તિક આર્યને સ્ટેન્ડિંગ ઓવેશન માટે હાથ જોડીને દર્શકોનો આભાર માન્યો હતો.

ફિલ્મનું કુલ કલેક્શન: કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ની રિલીઝના પ્રથમ સપ્તાહના અંતે સ્થાનિક બોક્સ ઓફિસની કમાણીમાં વધુ એક ઉછાળો જોવા મળ્યો હતો. રવિવારે ફિલ્મે 12 કરોડથી વધુની કમાણી કરી છે અને તેનું કુલ કલેક્શન 38 કરોડને પાર કરી ગયું છે. આ ફિલ્મનું અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન છે.

  1. Animal: 'એનિમલ'ની નવી રિલીઝ ડેટ જાહેર, આ ફિલ્મ 'સામ બહાદુર' 'ફુકરે 3' સાથે ટકરાશે
  2. Animal: 'એનિમલ'ની નવી રિલીઝ ડેટ જાહેર, આ ફિલ્મ 'સામ બહાદુર'-'ફુકરે 3' સાથે ટકરાશે
  3. Omg 2 New Poster: અક્ષય કુમારની આગામી ફિલ્મ 'omg 2'નું નવું પોસ્ટર આઉટ, 11 ઓગસ્ટે રિલીઝ થશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.