હૈદરાબાદ: સાઉથ સુપરસ્ટાર રજનીકાંત સ્ટારર ફિલ્મ 'જેલરે' વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ધડાકો કરી દીધો છે. તારીખ 10 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 'જેલરે' 600 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. આ ફિલ્મે 18માં દિવસે શાનદાર કમાણી કરીને 600 કરોડ રુપિયાનો આંકડો પાર કરી લીધો છે. નેલસનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'જેલરે' બોક્સ ઓફિસ પર 48 કરોડ રુપિયાથી શરુઆત કરી હતી. પ્રથમ સપ્તાહમાં જ બોક્સ ઓફિસ પર હાહાકાર મચાવી દીધો હતો. હવે આ 'જેલરે' સાઉથની મોટી ફિલ્મોના લિસ્ટમાં જગ્યા બનાવી લીધી છે, જે પહેલાથી જ 600 કરોડના ક્લબમાં સામેલ છે.
-
#Jailer WW Box Office#600CrJailer - HOUSE FULL shows even on 3rd Sunday helps the film to go past the magical ₹600 cr mark on the 18th day.
— Manobala Vijayabalan (@ManobalaV) August 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
||#Rajinikanth #ShivaRajKumar | #Mohanlal|| #2Point0 was the FIRST film to enter this club from Tamil Cinema on the 10th day of its… pic.twitter.com/zVhTidnzbw
">#Jailer WW Box Office#600CrJailer - HOUSE FULL shows even on 3rd Sunday helps the film to go past the magical ₹600 cr mark on the 18th day.
— Manobala Vijayabalan (@ManobalaV) August 28, 2023
||#Rajinikanth #ShivaRajKumar | #Mohanlal|| #2Point0 was the FIRST film to enter this club from Tamil Cinema on the 10th day of its… pic.twitter.com/zVhTidnzbw#Jailer WW Box Office#600CrJailer - HOUSE FULL shows even on 3rd Sunday helps the film to go past the magical ₹600 cr mark on the 18th day.
— Manobala Vijayabalan (@ManobalaV) August 28, 2023
||#Rajinikanth #ShivaRajKumar | #Mohanlal|| #2Point0 was the FIRST film to enter this club from Tamil Cinema on the 10th day of its… pic.twitter.com/zVhTidnzbw
જેલરની વર્લ્ડવાઈડ કમાણી: 'જેલરે' સ્થાનિક બોક્સ ઓફિસ પર લગભગ 315.95 કરોડ અને વર્લ્ડવાઈડ 607.29 કરોડ રુપિયાનું કલેક્શન કરી લીધું છે. આ ફિલ્મે રવિવારે એટલે કે, 18માં દિવસે બધી ભાષાઓમાં 7.5 કરોડ રુપિયાની કમાણી કરી હતી. 600 કરોડના ક્લબમાં એન્ટ્રીની સાથે 'જેલર' તમિલની બીજી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા 'રોબોર 2' ફિલ્મે 600 કરોડના ક્બલમાં એન્ટ્રી કરી હતી. રસપ્રદ વાત એ છે કે, આ બંને ફિલ્મ રજનીકાંતની છે.
જેલર ફિલ્મનું કલેક્શન: કહેવામાં આવી રહ્યું છે, 'જેલર' ત્રીજા રવિવારે હાઉસફુલ રહી છે. 'જેલરે' પ્રથમ સપ્તાહમાં 450 કરોડ, બીજા સપ્તાહમાં 124 કરોડ રુપિયાની કમાણી કરી હતી. ત્રીજા સપ્તાહમાં પ્રથમ દિવસે 7.76 કરોડ, બીજા દિવસે 6.30 કરોડ, ત્રીજા દિવસે 8.36 કરોડ અને ચોથા દિવસે 10.25 કરોડ રુપિયા વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે. આ સાથે 'જેલર' ફિલ્મનું વર્લ્ડવાઈડ કુલ કલેક્શન 607.29 કરોડ રુપિયા થઈ ગયું છે.
600 કરોડની કમાણી કરનારી સાઉથ ફિલ્મ: 600 કરોડ રુપિયાની કમાણી કરનારી સાઉથ ફિલ્મમાં 'બાહુબલી' 2 1810.59 કરોડ, 'RRR' 1276.20 કરોડ, 'KGF 2' 1259.14 કરોડ, 'રોબોટ' 800 કરોડ, 'બાહુબલી' 650 કરોડ અને 'જેલર' 607.29 કરોડ રુપિયાની કમાણી કરી છેે. બોક્સ ઓફિસ પર હાલમાં 4 ફિલ્મ એક સાથે ટકરાઈ રહી છે, જેમાં 'જેલર' ઉપરાંત 'ગદર 2', 'OMG 2' અને 'ડ્રીમ ગર્લ 2' સામેલ છે.