ETV Bharat / entertainment

Box Office Collection: રજનીકાંત સ્ટારર ફિલ્મ 'જેલર'ની કમાણીમાં થયો ઘટાડો, જાણો 8માં દિવસનું કલેક્શન - જેલર રેકોર્ડ

રજનીકાંત અભિનીત ફિલ્મ 'જેલર' તારીખ 10 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ઓપનિંગ ડેના દિવસે જોરદાર પ્રદર્શન કર્યું હતું અને થિયેટરોમાં રેકોર્ડ બનાવ્યો છે. 8માં દિવસે બોક્સ ઓફિસ પર થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. 'જેલર' ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન જાણવા માટે આગળ વાંચો.

રજનીકાંત સ્ટારર ફિલ્મ જેલરની કમાણીમાં થયો ઘડાડો, જાણો 8માં દિવસનું કલેક્શન

author img

By

Published : Aug 18, 2023, 1:31 PM IST

હૈદરાબાદ: રજનીકાંતની 'જેલર' ફિલ્મનું અત્યાર સુધીનું બોક્સ ઓફિસ પ્રદર્શન આશ્ચર્યજનક રહ્યું છે. પ્રોડક્શન કંપની સન પિક્ચર્સ અનુસાર, 'જેલરે' 7 દિવસ દરમિયાન 375 કરોડ રુપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ હજુ પણ થિયેટરોમાં બજબૂત ચાલી રહી છે. આ ફિલ્મ ડબલ અંકોમાં કમાણી કરી રહી છે, જે થિયેટ્રિકલ રન માટે અદભૂત સંકેત દર્શાવે છે. નેલ્સન દિલીપકુમારની ફિલ્મ 'જેલર' તારીખ 10 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારતમાં વિવિધ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી. ભારતીય બજાર ઉપરાંત જેલર એ UAE, US, UK સિંગાપોર, મલેશિયા અને વિશ્વના અન્ય ક્ષેત્રોમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે.

જેલર ફિલ્મની કુલ કમાણી: 'જેલર' વૈશ્વિક સ્તરે 375 કરોડથી પણ વધુ કમાણી કરી લીધી છે. હવે તેલુગુ ફિલ્મ માટે ઘણા થિયેટરોમાં રેકોર્ડ તોડવામાં સફળ રહી છે. જો કે, ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, 'જેલર' ફિલ્મે 8માં દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર લગભગ 10 કરોડની કમાણી કરી હતી. આ કમાણી રિલીઝ થયા પછીની સૌથી ઓછી છે. ભારમાં ફિલ્મનું 8 દિવસનું કુલ કલેક્શન 235.65 કરોડ થઈ ગયું છે, જે 32.70 ટકા ઓક્યુપેન્સી ધરાવે છે.

જેલરની અન્ય ફિલ્મ સાથે ટક્કર: 'જેલર'ની બોક્સ ઓફિસની સફર તેના પ્રથમ દિસવે 48.35 કરોડ રુપિયાની કમાણી સાથે શરુ થઈ હતી. આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ હતી, ત્યારે ચિરંજીવીની 'ભોલા શંકર'ની સાથે સ્પર્ધા થઈ હતી. પરંતુ 'ભોલા શંકર' પાછળ રહી ગઈ હતી. 'જેલર' સાઉથમા સારું પ્રદર્શન કરી રહી છે, જ્યારે સનિ દેઓલની 'ગદર 2' ઉત્તરમાં જોરદાર ચાલી રહી છે. 'જેલર' નેલ્સન દિલીપકુમાર દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત કોમર્શિયલ એક્શન એન્ટરટેઈનર છે. આ ફિલ્મમાં રજનીકાંત, વિનાયક, રામ્યા કૃષ્ણન, વસંત રવિ અને તમન્ન ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળે છે. આ ઉપરાંત શિવ કુમાર, મલયાલમ અભિનેતા મોહનલાલ અને બોલિવુડ અભિનેતા જેકી સ્રોફ દ્વારા યાગદાર કેમિયો જોવા મળે છે.

  1. Jacqueline Fernandez Case: અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને પૂર્વ પરવાનગી વિના વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી મળી
  2. Ghoomer Screening: 'ઘૂમર'ની સ્ક્રીનિંગમાં જોવા મળ્યા સ્ટાર ક્રિકેટર્સ, વિરેન્દ્ર સેહવાગે કર્યા વખાણ
  3. Dream Girl: આયુષ્માન ખુરાનાએ હેમા માલિની સાથે 'ડ્રીમ ગર્લ' સોન્ગ પર કર્યો અદભૂત ડાન્સ, ચાહકે કહ્યું 'શાનદાર'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.