હૈદરાબાદઃ બોલિવૂડના મજબૂત અને સુંદર કપલ ટાઈગર શ્રોફ અને દિશા પટણીના બ્રેકઅપના (Tiger Shroff and Disha Patani's Breakup) સમાચાર ઠંડા પડવાનું નામ નથી લઈ રહ્યા કે આ દરમિયાન ટાઈગરના પિતા અને દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફે તેના પર પોતાની પ્રતિક્રિયા (Jackie reacts on Tiger and Disha Breakup) આપી છે. 27 જુલાઈએ બી-ટાઉનમાં ટાઈગર-દિશાના બ્રેકઅપના સમાચારે ઘણા ચાહકોના દિલ તોડી નાખ્યા હતા. આવો જાણીએ શું કહ્યું જેકી શ્રોફે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: જાણો શમિતા શેટ્ટી પછી આ બોલીવૂડ એક્ટ્રર્સનું બ્રેકઅપ
જાણો જેકીએ શું કહ્યું: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક ઈન્ટરવ્યુમાં જેકી શ્રોફે ટાઈગર અને દિશાના બ્રેકઅપના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. જેકીએ કહ્યું, બંનેએ ક્યારેય માન્યું ન હતું કે તેઓ રિલેશનશિપમાં છે, તેઓ માત્ર મિત્રો હતા. જ્યારે ટાઇગર-દિશાના બ્રેકઅપ વિશે પૂછવામાં આવ્યું, તો જાણો જેકીએ શું કહ્યું.
તેઓ સારા મિત્રો છે: જેકીએ કહ્યું, 'ટાઈગર અને દિશા હંમેશા સારા મિત્રો હતા અને રહેશે, મેં તેમને એકસાથે બહાર જતા જોયા છે, એવું નથી કે હું મારા પુત્રની લવ લાઈફ પર નજર રાખું, આ છેલ્લી વસ્તુ હું કરવા માંગુ છું, જેમ કે તેમની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવું, પરંતુ મને લાગે છે કે તેઓ સારા મિત્રો છે અને કામ સિવાય પણ સારો સમય પસાર કરે છે.
છ વર્ષના સંબંધ બાદ બ્રેકઅપ: તમને જણાવી દઈએ કે, મીડિયાની વાત માનીએ તો દિશા અને ટાઈગરનું છ વર્ષના સંબંધ બાદ બ્રેકઅપ થઈ ગયું છે. દિશા અને ટાઇગર ફિલ્મ બાગી 2માં સાથે જોવા મળ્યા હતા. તે જ સમયે, દિશાએ જેકી સાથે ફિલ્મ રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં કામ કર્યું હતું.
આ પણ વાંચો: કાર્તિક આર્યને કૃતિ સેનને આ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી
આટલું જ નહીં, ટાઈગરના જન્મદિવસ (2 માર્ચ) પર દિશાએ અભિનેતાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી હતી.