હૈદરાબાદ: ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ હાલમાં ચાલી રહેલી 'ઈન્ડિયા કે ભારત'ના નામકરણની ચર્ચામાં જોડાઈ ગયા છે. કશ્યપે તેમના નવીનતમ સાહસ 'હદ્દી'ના પ્રમોશન દરમિયાન દેશમાં સંભવિત નામ બદલવા અંગેના તેમના વિચારો વ્યક્ત કર્યા છે. ફિલ્મ નિર્માતાએ અભિપ્રાય આપી જણાવ્યું કે, ''આ પ્રકારનો ફેરફાર સમગ્ર વસ્તી, ખાસ કરીને સમાજના સૌથી સંવેદનશીલ સભ્યો માટે પ્રતિકૂળ પરિણામો સાથેનો અવ્યવહારુ પ્રયાસ હશે.''
અનુરાગે પરિવર્તનની આવશ્યક્તા પર પ્રશ્ન કર્યો: 'હદ્દી' માટે પ્રમોશનલ ઈન્ટરવ્યુ દરમિયાન અનુરાગે દલીલ કરી હતી કે, ''આ પગલાથી કરદાતાના નાણાંનો નોંધપાત્ર બગાડ થશે અને તમામ સત્તાવાર દસ્તાવેજોને ફરીથી જારી કરવાની જરુરિયાતને કારણે અયોગ્ય મુશ્કેલી ઊભી થશે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અનુરાગ કશ્યપ તેમના સહ કલાકાર મોહમ્મદ જીશાન અયુબ અને ફિલ્મ નિર્દેશક અક્ષત અજય શર્મા સાથે જોડાયા હતા. તેમને 'ઈન્ડિયા-ભારત' ચર્ચા અંગેના તેમના પરિપ્રેક્ષ્ય વિશે પૂછવામાં આવ્યું હતું. જવાબમાં આવા પરિવર્તનની આવશ્યક્તા પર પ્રશ્ન કર્યો હતો.
ઈન્ડિયા vs ભારત વિવાદ પર વિચારો વ્યક્ત કર્યા: ફિલ્મ નિર્માતાએ કહ્યું હતું કે, ''મને એ સમજાતું નથી. ઈન્ડિયા ક્યારે ભારત નહોતું ? માત્ર કાગળના ટુકળા પર ઈન્ડિયાને બદલે ભારત લખ્યું. કલ્પના કરો કે બધા સરકારી દસ્તાવેજો પર પણ આવું જ કરવાનું છે, દરેક વ્યક્તિને આની જરુરિયા હશે. તેમનો પાસપોર્ટ રિન્યુ કરાવવાનો રહેશે. આધાર કાર્ડ અને રેશન કાર્ડ રિન્યુ કરાવવાનું રહેશે. આના પર જ 4 વર્ષનો ટેક્સ ખર્ચ કરશે.''
અનુરાગ કશ્યપે ચિંતા વ્યક્ત કરી: કશ્યપે ચિંતા વ્યક્ત કરતા આગળ કહ્યું કે, ''તે પરિણામને ધ્યાનમાં લીધા વિના એક વ્યક્તિ દ્વારા લેવામાં આવેલો આ ઉન્મત્ત નિર્ણય હશે. બધું બદલવાની જરુર પડશે. શું માનવીય રીતે આટલા પૈસા વેડફ્યા વિના આ કરવું શક્ય છે ? પરિણામો વિશે વિચાર્ય વિના એક તરંગી માણસ ફક્ત ધૂન પર આવું કરી શકે છે. બધી નોટો બદલવી પડશે, શૈક્ષણિક ડિગ્રી બદલવી પડશે, દરેકને નવા રસીના પ્રમાણપત્રો જારી કરવામાં આવશે. તેઓ બધા શું ફરીથી છાપશે ? શું લોકોએ આ બધું ન થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ ? લોકોને રાશન નહીં મળે, લોકો મુસાફરી કરી શકશે નહીં. તેઓ વિશ્વમાં શું વિચારે છે ?''
ઈન્ડિયા vs ભારત વિવાદ વિશે: સત્તાવાર રીતે 'ઈન્ડિયા કે ભારત' અંગેની ચર્ચા તાજેતરમાં પૂર્ણ થયેલી G20 સમિટ પહેલા હેડલાઈન્સ બની હતી. આ અટકળો ત્યારે ઊભી થઈ જ્યારે G20ના રાત્રીભોજનના આમંત્રણમાં રાષ્ટ્રપિત દ્રોપદી મુર્મુને 'ભારતના રાષ્ટ્રપતિ' તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યા બાદ આ વિવાદ શરુ થયો હતો. ઘણા લોકો કહેવા લાગ્યા કે, ઈન્ડિયા શબ્દ અંગ્રેજોની ભેટ છે. પરંતુ વાસ્તવમાં ઈતિહાસ કહે છે કે, ઈન્ડિયા અને ભારત બંને શબ્દોનો ઉદભવ અંગ્રેજોના આગમનના ઘણા વર્ષો પહેલા થયો હતો.