અમદાવાદ: ગુજરાતના સ્ટાર હિતુ કનોડિયા અને તેમની પત્ની મોના થીબાએ ગુજરાતી સોન્ગ પર અદભૂત ડાન્સ કર્યો છે. હિતુ કનોડિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં મોના થીબા અને હિતુ કનોડીયા 'લીલી લીંબડી રે' ગીત પર જોરદાર ડાન્સ કરી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ ડાન્સ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યાં છે અને કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
અભિનેતા-અભિનેત્રીનો લુક: હિતુ કનોડિયાએ વ્હાઈટ કુર્તો પાયજામો પહેર્યો છે. કમરે રંગીન ડિઝાઈનવાળો ડુપટ્ટો બાંધી રાખ્યો છે. જ્યારે અભિનેત્રીના લુકની વાત કરીએ તો, મોના થીબા લાલ કલરનો દેશી લુકમાં જોવા મળે છે અને ખભા ઉપર વ્હાઈટ દુપટ્ટો છે. અભિનેત્રી આ પરંપરાગત લુકમાં ખુબ જ સુંદર લાગ રહી છે.
ગુજરાતી સોન્ગ વિશે: 'લીલી લીંબડી રે' ગુજરાતી ગીત છે. આ ગીત 'કાંટો વાગ્યો કાળજે' ફિલ્મનું છે. જેનું પુરં નામ છે 'લીલી લીંબડી લીલો નાગર વેલનો છોડ' છે. ઓરિજનલ સોન્ગમાં ગુજરાતના સુપરસ્ટાર અને સુંદર અભિનેત્રી રોમા માણેકે અદભૂત ડાન્સ કર્યો છે. આ જોડી દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. આ ગીતને વસ્તલા પાટીલ અને અરવિંદ બારોટે રાગ આપ્યો છે. હિતુ કનડિયો-મોના થીબા પણ ફરી તે જ અંદાજમાં જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા. ચાહકો કોમેન્ટ કરીને વખાણ કરી રહ્યાં છે.
હિતુ કનોડિયાની પોસ્ટ એક ચાહકે લખ્યું છે કે, 'એક સમયનું યાદગાર ગુજરાતી ગીત છે. એક એક શબ્દનો અર્થ સમજાય છે. સાંભળવામાં સરળ અને મનમોહક લાગે છે. કંઈ વાત જ થાય એમ નથી અને આપનો ડાન્સ.' બીજા યુઝરે લખ્યું છે કે, 'ભાઈ મજા આવી. દરરોજ એક નવી યાદી આપજો નરેશ કનોડિયાની'. પોસ્ટ શેર કરીને હિતુ કનોડિયાએ લખ્યુ છે કે, 'નરેશ કનોડિયાના ગીત પર ડાન્સ કરો એટલે પપ્પાના ઓરિજનલ ગીત પર ડાન્સ કર્યો.'
હિતુ કનોડિયાનો પરિવાર: હિતુ કનોડિયા અને મોના થીબાની જોડી દર્શકોને પસંદ આવી રહી છે. હિતુ કનોડિયાએ લગ્ન મોના થીબા સાથે તારીખ 14 ઓગસ્ટ 2014માં અમદાવાદમાં કર્યા હતાં. હિતુ કનોડિયા નરેશ કનોડિયાનો દીકરો છે અને મોના થીબા વહુ છે. હિતુ કનોડિયાનો એક દીકરો છે. જેનું નામ રાજવીર છે.