હૈદરાબાદ: હિન્દી સિનેમાના 'હેમન' ધર્મેન્દ્ર તારીખ 8 ડિસેમ્બરે 87 વર્ષના થઈ ગયા છે. ધર્મેન્દ્રનો જન્મ તારીખ 8 ડિસેમ્બર 1935ના રોજ પંજાબના નસ્રલીમાં થયો હતો. ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના ફેમસ અભિનેતા છે અને છેલ્લા 6 દાયકાથી ફિલ્મમાં સક્રિય છે. ધર્મેન્દ્રએ તેમના લાંબા ફિલ્મી કરિયરમાં એકથી એક હિટ ફિલ્મ આપી છે. ધર્મેન્દ્રની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે અને તેમના ફેન્સની યાદી ઘણી લાંબી છે. આ ખાસ અવસર પર ચાહકો અને બોલિવૂડ સેલેબ્સ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા (Best wishes to Ajay Devgn) છે. બોલિવૂડ એક્ટર અજય દેવગને એક પોસ્ટ દ્વારા ધર્મેન્દ્રને તેમના 87માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી (Dharmendra 87th birthday) છે.
અજય દેવનાગે પાઠવ્યા અભિનંદન: ધર્મેન્દ્રના 87માં જન્મદિવસ પર અજય દેવગને ધર્મેન્દ્રનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તસવીર શેર કરતા અજયે લખ્યું, 'હેપ્પી બર્થ ડે'. અજયે તેમની ઈન્સ્ટા સ્ટોરી પર આ તસવીર શેર કરી છે. સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રના ચાહકો તેમને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તેમના જન્મદિવસ પર તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
ધર્મેન્દ્રની ફિલ્મી કરિયર: ધર્મેન્દ્રએ વર્ષ 1960માં ફિલ્મ 'દિલ ભી તેરા હમ ભી તેરે'થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. ધર્મેન્દ્રએ 1960 થી 69 દરમિયાન લગભગ 50 ફિલ્મમાં અભિનેતા તરીકે કામ કર્યું છે. આ દરમિયાન તેમણે 'શોલા ઔર શબનમ', 'અનપઢ', 'પૂજા કે ફૂલ', 'આઈ મિલન કી બેલા' જેવી શાનદાર ફિલ્મો કરી. આ પછી ધર્મેન્દ્ર 1970 થી 79 દરમિયાન 140 થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. આમાં તેમણે 'મેરા નામ જોકર', 'નયા જમાના', 'મેરા ગાંવ મેરા દેશ', 'રાજા જાની', 'સીતા ઔર ગીતા', 'શોલે' જેવી પ્રખ્યાત ફિલ્મોથી સ્ટારડમ હાંસલ કર્યું હતું. આ 2 દાયકા સુધી ધર્મેન્દ્રએ હિન્દી સિનેમા પર ઘણું રાજ કર્યું છે. આ પછી તે પિતા અને સાઈડ રોલમાં દેખાવા લાગ્યા.
ધર્મેન્દ્રની આગામી ફિલ્મ: ધર્મેન્દ્ર છેલ્લે ફિલ્મ 'યમલા પગલા દીવાના ફિર સે' (વર્ષ 2018)માં જોવા મળ્યા હતા. હવે ધર્મેન્દ્રની આગામી ફિલ્મમાં હોમ પ્રોડક્શનની ફિલ્મ 'અપને 2' અને કરણ જોહરની દિગ્દર્શિત ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ લીડ રોલમાં જોવા મળશે.