ETV Bharat / entertainment

Gujarati Film Award: 4 વર્ષ બાદ સરકારે ગુજરાતી ફિલ્મ એવોર્ડ એનાયત કર્યા

ગુજરાતમાં ગાંધીનગર ખાતે સચિવાલમાં ગુજરાતી ફિલ્મ પારિતોષિક એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં 4 વર્ષ બાદ સરકારે ગુજરાતી ફિલ્મ એવોર્ડ એનાયત કર્યા હતા. કલાકારોએ કહ્યું, જાહેરમાં જનતા વચ્ચે એવોર્ડ સમારોહનું આયોજન કરવું જોઈએ.

4 વર્ષ બાદ સરકારે ગુજરાતી ફિલ્મ એવોર્ડ એનાયત કર્યા

author img

By

Published : Jun 27, 2023, 4:40 PM IST

ગાંધીનગર: વૈશ્વિક મહામારી લોકડાઉન અને ત્યારબાદ અનલોકની પરિસ્થિતિ અને ધીમે ધીમે બધું રાબેતા મુજબ થતા બે થી અઢી વર્ષનો સમયગાળો વિતી ચુક્યો હતો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે 4 વર્ષ બાદ આજે સચિવાલયમાં ગુજરાતી ફિલ્મ પારિતોષિક એવોર્ડનો સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ 4 વર્ષ બહાર યોજાયેલા પારિતોષિક એવોર્ડ કાર્યક્રમમાં કલાકારોએ પણ સરકારને જાહેરમાં સ્ટેજ ઉપર જ કહ્યું હતું કે, સચિવાલયમાં નહીં પરંતુ જનતાની વચ્ચે જાહેરમાં એવોર્ડનો કાર્યક્રમ આવતા વર્ષે યોજવો જોઈએ.

4 વર્ષ બાદ સરકારે ગુજરાતી ફિલ્મ એવોર્ડ એનાયત કર્યા
કાલાકારોને એવોર્ડ એનાયત: ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાતી ચલચિત્ર પારિતોષિક એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ નિર્માતા, શ્રેષ્ઠ નિર્દેશક, શ્રેષ્ઠ ચલચિત્ર અને શ્રેષ્ઠ કલાકારને પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ એનાયતમાં કુલ અલગ અલગ 46 કેટેગરીમાં 8 આશરે 181 જેટલા ચલચિત્ર પારિતોષિક એનાયત થયા હતા રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના સચિવ અવંતિકા સિંગના હસ્તે એવોર્ડ સમારોહમાં કુલ 181 જેટલા એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત 21,000 થી લઈને અઢી લાખ રૂપિયા સુધીની મર્યાદામાં અલગ અલગ શ્રેણીમાં પારિતોષિક રકમનું ચુકવણું પણ કલાકારોને એવોર્ડ સમારોહ પહેલા જ કરી દેવામાં આવ્યું હતું. ફિલ્મ એવોર્ડ: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મના એવોર્ડની વાત કરવામાં આવે તો 'રોંગ સાઈડ રાજુ', 'કેરી ઓન કેસર', 'લવની ભવાઈ', 'ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ', 'કરસનદાસ પે એન્ડ યુઝ', 'રેવા' તેમજ 'બેસ્ટ ઓફ લક લાલુ' સહિતની છેલ્લા 4 વર્ષમાં આવેલ અનેક ફિલ્મોને શ્રેષ્ઠ ફિલ્મો, શ્રેષ્ઠ નિર્દેશક, શ્રેષ્ઠ કલાકારોની અલગ અલગ શ્રેણીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

નીલમ પંચાલનું નિવેદન: ગુજરાતી ફિલ્મ એવોર્ડમાં 'હેલ્લારો' ફિલ્મને પણ શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ત્યારે 'હેલ્લારો' ફિલ્મના કલાકાર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, દિવસે દિવસે ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ વધી રહ્યો છે. પરંતુ હજુ પણ ગુજરાતી ફિલ્મ લોકો વધુમાં વધુ જોવે તે માટે જાહેર જનતાનો સહકાર જોઈએ છે અને 4 વર્ષે થી જે એવોર્ડ સમારોહ થયો હતો તે એવોર્ડ તમારો આજે થયો છે અને મને પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે, ત્યારે હું ખૂબ સારું અનુભવ કરી રહી છું. ઉપરાંત જેમ હિન્દી ફિલ્મ અને સાઉથની ફિલ્મને લોકો વધુ પસંદ કરી રહ્યા છે, તેવી જ રીતે ગુજરાતી ફિલ્મને પણ વધુ પસંદ કરે તેવી વાત પણ નીલમ પંચાલે ETV ભારતના માધ્યમથી કરી હતી.

સિદ્ધાર્થ રાંદેરિયાનું નિવેદન: ગુજરાતી ફિલ્મ કલાકાર સિધ્ધાર્થ રાંદેરીયાએ ETV ભારત સાથેની વાત ચિતમાં જણાવ્યું હતું કે, 'ગુજરાતી ફિલ્મ ઈન્સ્ટ્રીઝનું ભવિષ્ય ખૂબ સારું છે અને સરકારની પોલિસી પણ ગુજરાતી ફિલ્મો માટે સારી છે અને ગુજરાતી ફિલ્મોની સંખ્યા પણ વધી રહી છે. લગભગ બે ફિલ્મ એક અઠવાડિયામાં રિલીઝ થાય છે. લગભગ 100 જેટલી ફિલ્મો આ વર્ષમાં જ તૈયાર કરવામાં આવી છે અને હવે પ્રેક્ષકોની જરૂર છે. પ્રેક્ષકોમાં હજુ પણ ઉદાસીનતા જોવા મળી રહી છે. પરંતુ ગુજરાતી ફિલ્મોમાં ખૂબ વૈવિધ્ય અને ટેકનિકલી પણ સાઉન્ડ છે.'

અમદાવાદમાં ઇન્સ્ટ્રુમેન્ટ ઉણપ: સિદ્ધાર્થ રંદેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, 'તમામ મુદ્દાઓને લઈને આગળ વધી રહ્યા છીએ. તો હવે, પ્રેક્ષકોએ પોતાની માતૃભાષામાં બનતી ફિલ્મોને નિહાળવી જોઈએ. જેથી નિર્માતાઓ વધારે સારા બજેટ સાથે ફિલ્મ બનાવી શકે. જ્યારે સુવિધાઓની વાત કરવામાં આવે તો વેન્ડર્સ અને સપ્લાયર પ્રમાણમાં નથી તેમાં કમી છે. આવનારા દિવસોમાં અમદાવાદમાં પણ સ્ટુડિયો ઉભા થશે અને ઈક્વિપમેન્ટની જે જરૂર છે તે અમદાવાદમાં ખૂબ જ જરૂરી છે. જેથી જો આ સુવિધા થઈ જાય તો મુંબઈથી ઇન્સ્ટ્રુમેન્ટ મંગાવવા ન પડે.'

  1. Tamannaah Bhatia: આ ચાહકે તમન્ના ભાટિયાના કર્યા ચરણ સ્પર્સ, અભિનેત્રીનું દિલ પીગળી ગયું
  2. Sapna Gill: સપના ગિલ ખોટી નીકળી, પૃથ્વી શૉ પર છેડતીના આરોપો પાયાવિહોણા
  3. Katrina Kaif: કેટરિના કૈફની તસવીરો પર વિકી કૌશલનું દિલ હારી ગયું, જુઓ અભિનેત્રીની ઝલક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.