ETV Bharat / entertainment

janmashtami 2023: મલ્હાર ઠાકરથી લઈને સિદ્ધાર્થ રાંદેરિયા સુધી આ કલાકારોએ ચાહકોને જન્માષ્ટમીની શુભકામના પાઠવી - જન્માષ્ટમીની શુભકામના

આજે સમગ્ર દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી ચાલી રહી છે. ત્યારે આ અવસરે ગુજરાતના કલાકારો મલ્હાર ઠાકર, યશ સોની, સિદ્ધાર્થ રાંદેરિયા સહિત ચાહકોને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને શુભચ્છા પાઠવી છે. આ પ્રસંગે કિર્તીદાન ગઢવીએ પણ શાનદાર વીડિયો શેર કરીને શ્રતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

મલ્હાર ઠાકરથી લઈને સિદ્ધાર્થ રાંદેરિયા સુધી આ કલાકારોએ ચાહકોને જન્માષ્ટમીની શુભકામના પાઠવી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 5:19 PM IST

અમદાવાદ: ઢોલિવુડના કાલારોએ જન્માષ્ટમીના શુભ અવસર પર ચાહકોને શુભેચ્છા પાઠવી છે. આ પ્રસંગે સિદ્ધાર્થ રાંદેરિયા, સોનાલી લેલે દેસાઈ, પરિક્ષિત તમાલિયા, પૂજા જોષી, એશા કંસારા, મલ્હાર ઠાકર, યશ સોનીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત સિંગરમાં જોઈએ કિર્તીદાન ગઢવી અને પાર્થ ઓઝાએ પોતાનો વીડિયો સોન્ગ ચાહકો સાથે શેર કરીને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી છે.

સિદ્ધાર્થ રાંદેરિયા-સોનાલી દેસાઈ: સિદ્ધાર્થ રાંદેરિયાએ, સોનાલી લેલ દેસાઈ અને તેમની આગામી ફિલ્મ 'હું અને તું'ની સમગ્ર ટીમ વતી જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી છે. પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી. આપ સૌને હું અને તું ફિલ્મની આખી ટીમ તરફથી જન્માષ્ટમીની હાર્દિક શુભકામના.''

પરિક્ષિત તમાલિયા-પૂજા જોષી: 'હું અને તું' ફિલ્મના સ્ટાર પરિક્ષિત તમાલિયા અને પૂજા જોષાએ પણ પોસ્ટ શેર કરીને ચાહકો શુભેચ્છા પાઠવી છે. આ દરમિયાન પોનોરમા સ્ટુડિયો દ્વારા કેપ્શનમાં લખ્યું છે કે, ''ગોકુલમાં કરે જે નિવાસ, ગોપીઓ સંગ રચાવે જે રાસ. યશોદા-દેવકી જેમની મૈયા એવા છે અમારા કૃષ્ણ કનૈયા.''

એશા કંસારા: એશા કંસારાએ પાઠવી શેભેચ્છા. એશા કંસારાએ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ '3 એક્કા'નો વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''શું આ જન્માષ્ટમીએ આ '3 એક્કા'ઓની નાવડી પાર પડશે ? દરેકને જન્માષ્ટમીની શુભકામાનાઓ.''

મલ્હાર ઠાકર-યશ સોની: આ દરમિયાન '3 એક્કા' ફિલ્મના સ્ટાર મલ્હાર ઠાકર અને યશ સોનીએ પણ જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી છે. સિંગર પાર્થ ઓઝાએ પણ ચાહકોને શુભેચ્છા પાઠવી છે. આ અવસરે તેમણે પોતાનો એક સોન્ગ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં પાર્થ 'મને તો મનાવી લેજો રે.' ગીત ગાતા જોવા મળે છે.

કિર્તીદાન ગઢવી: જન્માષ્ટમી પર કિર્તીદાન ગઢવીએ પોતાના મધુર સ્વરથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ભજન સંધ્યા દરમિયાન 'નંદ ઘેર આનંદ ભયો હાથી ઘોડા પાલખી' સોન્ગ ગાતા સાંભળવા મળે છે. આ દરમિયાન વીડિયોમાં શ્રોતાઓ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળે છે. તેમણે પોસ્ટ શેર કરીન કેપ્શનમાં લખ્યું, ''જય કનૈયા લાલ કી''

  1. Jawan Box Office Day 1: ભારતમાં 75 કરોડ રુપિયા સાથે શાહરુખ ખાન સ્ટારર 'જવાન' સૌથી મોટી હિન્દી ઓપનિંગ કરશે
  2. Maru Mann Taru Thayu First Poster: ભરત ચાવડાની આગામી ફિલ્મ 'મારું મન તારું થયું' ફિલ્મનો ફર્સ્ટ લુક આવ્યો સામે
  3. Janaki Bodiwala Bollywood Debut: ઢોલિવુડ અભિનેત્રી જાનકી બોડીવાલા અજય દેવગણ સાથે બોલિવુડમાં ડેબ્યુ કરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.