ETV Bharat / entertainment

Actress Politician Love: ફક્ત પરિણીતી ચોપરા જ નહીં, આ એક્ટર્સે પણ પોલિટિશિયનના પરિવારની વહુ બની - આયેશા ટાકિયા અને ફરહાન આઝમી

અભિનેત્રી પરિણીતી ચોપરા આજે તારીખ 13 મેના રોજ AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી રહી છે. જો કે, બોલિવૂડના અન્ય ઘણા પ્રખ્યાત કલાકારો છે જે રાજકારણ સાથે સંલગ્ન એવા પરિવાર સાથે સંકળાયેલા છે. જેમાં જેનેલિયા ડિસોઝા અને સ્વરા બાસ્કર સામેલ છે. તો ચાલો અહિં વિગતવાર માહિતી મેળવીએ.

ફક્ત પરિણીતી ચોપરા જ નહીં, આ એક્ટર્સે પણ પોલિટિશિયનના પરિવારની વહુ બની

author img

By

Published : May 13, 2023, 3:02 PM IST

હૈદરાબાદ: બોલિવૂડની અભિનેત્રી પરિણીતી ચોપરા તારીખ 13 મેના રોજ AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી રહી છે. પરિણીતી અને રાઘવની સગાઈ કપૂરથલા હાઉસ દિલ્હી ખાતે યોજાશે. સમારંભ સાંજે 5 વાગ્યે શરૂ થશે અને યુગલ 8 વાગ્યે લગ્ન કરશે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે બોલિવૂડની સુંદરીઓ રાજનેતાઓના પ્રેમમાં પડી હોય. બોલિવૂડની અભિનેત્રીઓએ પહેલા પણ રાજકારણી પરિવારમાં લગ્ન કરી ચૂકી છે. તો ચાલો એક નજર કરીએ આ અભિનેત્રીઓ પર કે, જેમણે રાજકીય પરિવારના સદસ્યો સાથે લગ્ન કર્યા છે.

પરિણીતી ચોપરા અને રાઘવઃ પરિણીતી ચોપરા અને રાઘવ ભૂતકાળમાં ઘણી વાર સાથે જોવા મળ્યા છે. પરિણીતી ચોપરા થોડા દિવસો પહેલા મુંબઈમાં રાઘવ ચઢ્ઢા સાથે લંચ ડેટ પર જોવા મળી હતી અને ત્યારથી સોશિયલ મીડિયા પર એવી ઘણી ચર્ચા થઈ રહી છે કે, બંને જલ્દી લગ્ન કરી શકે છે. પરિણીતી અને રાઘવે લંડન સ્કૂલમાંથી સાથે અભ્યાસ કર્યો છે.

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા: અન્ય એક પ્રખ્યાત દંપતી છે રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા છે. જેનેલિયા ડિસોઝા ભારતીય રાજકારણી બિલાસરાવ ડગડોજીરાવ દેશમુખના પુત્ર રિતેશ દેશમુખ સાથે પ્રેમમાં પડ્યા હતા. આ બંનેની જોડી બોલિવૂડની સૌથી પસંદીદા જોડીમાં ગણવામાં આવે છે.

આ પણ વાંચો:

  1. Pulwama Attack Grey Wars: પુલવામા એટેક પર બનશે વેબ સિરીઝ 'ગ્રે વોર્સ'
  2. Raghav Parineeti Engagement: સગાઈ પહેલા સાંસદ રાઘવ ચઢ્ઢાના ઘરને શણગારવામાં આવ્યું, જુઓ અહીં તસવીર
  3. Priyanka Chopra In India: રાઘવ ચઢ્ઢ પરિણીતી ચોપરાની આજે સગાઈ, પ્રિયંકા ચોપરા પહોંચી દિલ્હી

સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદ: આ સાથે અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદને પોતાનું દિલ આપ્યું છે. આ સમાચારે સોશિયલ મીડિયામાં હલચલ મચાવી દીધી હતી. સ્વરા ભાસ્કરે આ વર્ષે ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા છે. કોર્ટમાં લગ્ન કર્યા બાદ બંનેએ હિન્દુ અને મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. પહેલા સ્વરાએ ફહાદને પોતાનો સારો મિત્ર કહ્યો હતો, પરંતુ તારીખ 6 જાન્યુઆરીએ આ કપલે કોર્ટમાં લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ કપલના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહ્યું હતું.

આયેશા ટાકિયા અને ફરહાન આઝમીઃ 'ટાર્ઝન ધ વન્ડર કાર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી આયેશા ટાકિયાએ પણ એક રાજનેતાના પુત્ર સાથે લગ્ન કર્યા હતા. આયેશાને સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમી સાથે પ્રેમ થઈ ગયો હતો. તેઓએ વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2003માં 'તુઝે મેરી કસમ'ના સેટ પર થઈ હતી. બંનેએ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને આ ફિલ્મ પછી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને અહીંથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.