ETV Bharat / entertainment

Ganapath Poster: ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ 'ગણપથ'નું પોસ્ટર આઉટ, જાણો ક્યારે ફિલ્મ રિલીઝ થશે - ટાઇગર શ્રોફ

ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની આગામી ફિલ્મ 'ગણપથ' સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. ગણેશ ચતુર્થીના અવસર પર નિર્માતાઓએ ફિલ્મનું શાનદાર પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં ટાઈગર શ્રોફનો લુક જોવા મળે છે. આ પોસ્ટર પર અભિનેતા રિતેશ દેશમુખ અને ટાઈગર શ્રોફની માતા આયેશા શ્રોફે પણ પ્રતિક્રિયા આપી છે.

ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ 'ગણપથ'નું પોસ્ટ શેર, જાણો ક્યારે રિલીઝ થશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 4:51 PM IST

મુંબઈ: દેશ ગણેશ ચતુર્થીની તૈયારીઓ કરી રહ્યો છે. ત્યારે ઈન્ડસ્ટ્રીમાં પણ આગામી ફિલ્મોની રિલીઝની તૈયારીઓ ચાલી રહી છે. ગણેશ ચતુર્થીના અવસર પર 'ગણપથ'ના નિર્માતાઓએ ફિલ્મના મુખ્ય હીરો ટાઈગર શ્રોફનું એક શાનદાર પોસ્ટર રિલીઝ કર્યું છે. ટાઈગર શ્રોફ, કૃતિ સેનન અને પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ સમગ્ર ભારતમાં દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.

ગણપથનું પોસ્ટર રિલીઝ: ઈન્સ્ટાગ્રામ પર 'ગણપથ'નું નવું પોસ્ટર શેર કર્યું અને કેપ્શનમાં લખ્યું છે કે, ''ઉસકો કોઈ ક્યા રોકેગા, જબ બાપ્પા કા ઉસ પર હૈ હાથ. આ રહા હૈ ગણપથ કરને એક નઈ દુનિયાની કી શરુઆત. આ દશેરા, તારીખ 20મી ઓક્ટોમ્બરે થિયેટરોમાં ગણપથ.'' પોસ્ટરમાં ટાઈગર શ્રોફ મજબૂત લુકમાં જોવા મળી રહ્યો છે. ટાઈગરે તેમના ડાબા હાથ પર લાલ પટ્ટી લપેટીને ડિશિંગ લુક આપ્યો છે. અભિનેતાની જબરદસ્ત મશલ જોઈને ફેન્સ તેમના દિવાના બની ગયા છે. તેમનો લુક પરથી એવું લાગે છે કે, તે કોઈની સાથે લડવા માટે તૈયાર છે.

ચાહકોની પ્રતિક્રિયા: 'ગણપથ' ફિલ્મમાંથી ટાઈગર શ્રોફનો લુક બહાર આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. દરેક લોકો ટાઈગર શ્રોફના આ લુકના વખાણ કરી રહ્યા છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતા બોલિવુડ રિતેશ દેશમુખે લખ્યુ છે કે, ''કડક.'' આ દરમિયાન ટાઈગરની માતા આયેશા શ્રોફે પણ પુત્રની પ્રશંસા કરી છે. તેમણે લખ્યું છે કે, ''ખૂબ સારું.'' આ સાથે તેમણે કોમેન્ટ બોક્સમાં ઈમોજીસ પણ શેર કરી છે. જ્યારે તેમના ચાહકોએ રેડ હાર્ટ અને ફાયર ઈમોજીસ શેર કરીને પ્રેમનો વરસાદ કર્યો છે. ટાઈગરની આ ફિલ્મ આવતા મહિને દશેરાના અવસરે રિલીઝ થશે.

  1. Khufiya Trailer Release: તબ્બુ અલી ફઝલ સ્ટારર 'ખુફિયા'નું ટ્રેલર આઉટ, જાણો ક્યારે ફિલ્મ રિલીઝ થશે
  2. Animal Teaser Release Date: રણબીરની 'એનિમલ'નું ટીઝર આ ખાસ દિવસે રિલીઝ થશે, જાણો મોટા પડદા પર ફિલ્મ ક્યારે આવશે
  3. Ganesh Chturthi 2023: સાઉથના આ કલાકારોએ ગણપતિ બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કર્યું. જુઓ તસવીર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.