હૈદરાબાદ: સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર 2'ની નજર 500 કરોડ પર ટકી છે. ત્યારે અક્ષય કુમાર અને યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ બોક્સ ઓફિસ પર દર્શકોને આકર્ષિત કરવામાં નિષ્ફળ રહી છે. તારીખ 11 ઓગસ્ટના રોજ આ ફિલ્મ વર્લ્ડવાઈડ રિલીઝ કરવામાં આવી હતી. ત્યારે હવે આ ફિલ્મનું 22માં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પર એક નજર કરીએ છે. સની દેઓલ અને અનિલ શર્માની એકશન ફિલ્મ 'ગદર 2'એ બોક્સ ઓફિસ પર 'દંગલ', 'બાહુબલી'નું હિન્દી વર્ઝન અને 'પઠાણ' સહિત અનેક સુપરહિટ બોલિવુડ ફિલ્મો સામે રેકોર્ડ બનાવ્યો છે.
500 કરોડની નજીક ગદર 2: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 22માં દિવસે 'ગદર 2'નું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 426.45 કરોડ થવાની ધારણા છે. ફિલ્મ નર્માતાઓ દ્વારા ટિકિટ ઓફરની જાહેરાત કરાઈ હતી, તેથી તારીખ 30 ઓગસ્ટે 8 કરોડ રુપિયાથી પણ વધુ અને તારીખ 31 ઓગસ્ટે 8.10 કરોડ રુપિયાથી પણ વધુ કમાણી થઈ હતી. 'ગદર 2'એ હવે ચોથા અઠવાડિયામાં પ્રવેશ કર્યો છે. સેકનિલ્કના પ્રારંભિક અંદાજ મુજબ, 22માં દિવસે 4 કરોડની કમાણી સાથે ફિલ્મે ધીમે ધીમે 500 કરોડની નજીક જઈ રહી છે.
જવાન સાથે થશે ટક્કર: 'ગદર 2' વૈશ્વિક સ્તરે 631.80 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે. હવે શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' તારીખ 7 સપ્ટેમ્બરે બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. 'જવાન' રિલીઝ તથા સની દેઓલની ફિલ્મને અસર થઈ શકે છે. 'જવાન'ના ટ્રેલરને મળેલા પ્રતિસાદને જોતા લાગે છે કે, શાહરુખ ખાનની ફિલ્મ સની દેઓલની ફિલ્મને પાછળ છોડી શકે છે.
OMG 2ની કુલ કમાણી: 'જવાન' ફિલ્મ રિલીઝ થતા 'ગદર 2'ને બોક્સ ઓફિસ પર ટક્કર આપનારી 'OMG 2'ને ભારે અસર થશે. 'OMG 2'એ અત્યાર સુધી 'ગદર 2'ની સામે ગઢ બનાવ્યો હતો. જો કે, આજે ચોથા સપ્તાહમાં પ્રવેશ કરી ચુકી છે. સેકનિલ્કના રિુપોર્ટ્સ અનુસાર, 'OMG 2' એ પ્રારંભિક અંદાજ મુજબ, 1.40 કરોડની કમાણી કરી હતી. સિંગલ ડિજિટ કલેક્શન સાથે ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર કુલ 143 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે.