ETV Bharat / entertainment

International Emmy Award: એકતા કપૂર ઈન્ટરનેશનલ એમી એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય નિર્માતા બની

ઈન્ડિયન ટેલિવિઝન અને સિનેમામાં શાનદાર કામ માટે ફિલ્મમેકર એકતા કપૂર ઈન્ટરનેશનલ એમી એવોર્ડથી સન્માનિત થશે. આ સાથે એકતા કપૂર પ્રથમ ઈન્ડિયન પ્રોડ્યુસર બની ગઈ છે, જેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ખુશી પર એકતા કપૂરે સોશિયલ મીડિયા પર એક નોટ લખીને આભાર વ્યક્ત કર્યો છે.

એકતા કપૂર ઈન્ટરનેશનલ એમી એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય નિર્માતા બની

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 11:21 AM IST

મુંબઈ: બોલીવુડની સ્ટાર પ્રોડ્યુસર એક્તા કપૂરને ન્યુયોર્કમાં ઈન્ટરનેશનલ એમી ડાયરેક્ટોરેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. એકતા કપૂર એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ ટેલિવિઝન અને ફિલ્મ પ્રોડ્યુસરમાંથી એક છે. એકતાનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. પ્રોડક્શન હાઉસનું નામ બાલાજી ટેલીફિલ્મ્સ છે, જેની સ્થાપના વર્ષ 1994માં થઈ હતી.

આ ફેમસ શોને કર્યા પ્રોડ્યુસ: એકતા કપૂરે પ્રખ્યાત ટેલિવિઝન શો 'નાગિન', 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી', 'કુમકુમ ભાગ્ય' અને 'બડે અચ્છે લગતે હૈ' જેવા શોથી ઘણી નામના મેળવી છે. તેમણે તાજેતરમાં જ શોભા કપૂરની સાથે આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે સ્ટારર 'ડ્રીમ ગર્લ 2'ને પ્રોડ્યુસ કરી છે. આ ઉપરાંત તેમણે વન્સ ઓપન એ ટાઈમ ઈન મુંબઈ, 'એક વિલેન', 'રાગિની MMS', 'ધ ડર્ટી પિક્ચર' જેવી શાનદાર ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી છે.

એકતા કપૂરે પોસ્ટ શેર કરી: હવે એકતાને બહુ મોટી પ્રસિદ્ધિ મળવા જઈ રહી છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાના શાનદાર કામ માટે એકતા કપૂરને ઈન્ટરનેશનલ એમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ પ્રાપ્ત કરવાવાડી પહેલી ઈન્ડિયન પ્રોડ્યુસ હંશે. આ અવસરે એકતા કપૂરે દિલને સ્પર્સ કરતી સુંદર નોટ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

એકતા કપૂરે આભાર વ્યક્ત કર્યો: એકતાએ લખ્યું છે કે, ''આ સ્માન મેળવીને વિનમ્રતા અને ઉત્સાહ વધી ગયો છે. આ એવોર્ડ મારા દિલમાં ખાસ જગ્યા રાખે છે. આખા વર્લ્ડમાં પોતાના દેશને રિપ્રેજેન્ટ કરવું સન્માનની વાત છે. ટેલિવિઝન મારા માટે સેલ્ફી ડિસ્કવરી રહી છે, ખાસ કરીને મહિલાના રુપમાં જે મહિલાઓ માટે જ સ્ટોરી બનાવે છે.'' એકતા કપૂરે વધુમાં આગળ જણાવ્યું હતું કે, ''આ સન્માન મને વર્લ્ડ સ્ટેજ પર ઉભા રહેવા માટે વધુ મજબુત બનાવે છે. વર્ષ 2023 ઈન્ટરનેશનલ એમી ડાયરેક્ટોરેટ એવોર્ડ માટે આભાર.''

સેલેબ્સે પાઠવી શુભકામના: એકતા કપૂરને આ એવોર્ડ મળવા બદલ એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીના કલાકારોએ શુભકામના પાઠવી છે. અનિલ કપૂરે કોમેન્ટ બોક્સમાં લખ્યું છે કે, ''આ એક બહુ મોટી ઉપ્લબ્ધી છે. અમને તમારા ઉપર ગર્વ છે.'' મનીષ મલ્હોત્રાએ લખ્યું છે કે, ''ખૂબ અભિનંદન.'' આ સાથે જ આયુષ્માન ખુરાના, મૌની રોય, અર્જુન કપૂર, સુજૈન ખાન અને જરીના ખાને પણ શુભેચ્છા પાઠવી છે.

  1. Not Ramaiya Vastavaiya Song Out: 'જવાન'નુ ત્રીજું ગીત રિલીઝ, જુઓ નયનતારા સાથે ડાન્સ કરતો કિંગ ખાન
  2. Yaariyan 2 Song Controversy: શીખ સમિતિએ નિર્માતાઓ પર ધાર્મિક લાગાણીને ઠેસ પહોંચાડવાનો લગાવ્યો આરોપ
  3. Gadar 2 Raksha Bandhan: 'ગદર 2'ના નિર્માતાઓએ રક્ષાબંધન પર કરી મોટી ઓફર, જાણો છેલ્લી તારીખ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.