મુંબઈ: તાજેતરમાં રિલીઝ થયેલી એક્શન ડ્રામાં ફિલ્મ 'ગદર 2'ના નિર્માતાઓએ શનિવારે મુંબઈમાં એક ભવ્ય સક્સેેસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવડ કલાકારો અને ફિલ્મ નિર્માતાઓએ હાજરી આપી હતી. અભિનેતા સની દેઓલના પિતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર પાર્ટીમાં કેઝ્યુઅલ લુકમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પેપ્સની સામે શાનદાર પોઝ આપ્યો હતો. ધર્મેન્દ્ર શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યા હતા અને તેમણે કેપ સાથે પોતાના લુકને પુર્ણ કર્યો હતો.




ફિલ્મ નિર્માતાઓએ હાજરી આપી: ફિલ્મ નિર્માતાઓમાં કરણ જોહર અને ઝોયા અખ્તરે ફેશન ડીઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે ઈવેન્ટમાં હાજરી આપી હતી. અભિનેત્રી અનન્યા પાંડે જે હલામાં તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ની સફળતાનો આનંદ માણી રહી છે, તે પણ આ પ્રોગ્રામમાં પહોંચી હતી. આ દરમિયાન અનન્યા ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. તેમણે લીલા સ્કર્ટ સાથે જાંબલી શોલ્ડર ટોપ પસંદ કર્યું હતું.



ગદર 2ની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યા સેલેબ્સ: એક્ટર અર્જુન કપૂરે પણ 'ગદર 2'ની સક્સેસ પાર્ટીમાં હાજરી આપીને મેહફિલ લૂંટી હતી. અર્જુન કપૂર બ્લુ શર્ટમાં મેચિંગ પેન્ટ સાથે પહોંચ્યા હતા. સનીનો પુત્ર રાજવીર દેઓલ પણ ડેબ્યુ ફિલ્મ 'દોનો'ની કો-સ્ટાર પાલોમાં સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ તેમના બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટીમાં વરુણ ધવન પણ સ્ટાઈલમાં પહોંચ્યા હતા અને આદિત્ય રોય કપૂર બ્લેક શર્ટમાં હેન્ડસમ દેખાઈ રહ્યા હતા.


ગદર 2ની કમાણી પર એક નજર: ડ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે શનિવારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, ''ગદર 2એ એક અણનમ શક્તિ છે, જે 500 કરોડની નજીક છે. શુક્રવારે 5.20 કરોડ. કુલ 487.65 કરોડ. ભારત બિઝ.'' અનિલ શર્મા દ્વાર નર્દેશિત ફિલ્મમાં ઉત્કર્ષ શર્મા અને અમીષા પટેલ મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ''ગદર 2એ થિયેટરોમાં તેમના શરુઆતના દિવસે 40 કરોડ રુપિયાની કમાણી કરી હતી.'' 'ગદર 2' એ હિટ ફિલ્મ 'ગદર: એક પ્રેમ કથા'ની સિકવલ છે, જે વર્ષ 2001માં રિલીઝ થઈ હતી. (ANI)
- Jailer OTT Date: બોક્સ ઓફિસ પર જંગી સફળતા પછી, 'જેલર' OTT પર રિલીઝ થવા માટે તૈયાર
- Scam 2003 Screening: 'સ્કેમ 2003 ધ તેલગી સ્ટોરી'નાં સ્ક્રીનિંગમાં પ્રતિક ગાધીએ કહી મોટી વાત, જાણો ક્યારે સ્ટ્રીમ થશે
- Gadar2 Success Party: સની દેઓલે હોસ્ટ કરી 'ગદર 2'ની સક્સેસ પાર્ટી, સલમાન શાહરુખ સહિત આ કલાકારોએ મેહફિલ જમાવી