ETV Bharat / entertainment

The Kerala Story: 'ધ કેરલા સ્ટોરી'ને સાચી સાબિત કરનાર માટે રોકડ પુરસ્કારની જાહેરાત, ફિલ્મ વિવાદ - કેરલા સ્ટોરી વિરુદ્ધ FIR

સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'નો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. ફિલ્મનું ટીઝર રિલીઝ થતાની સાથે જ કેરલામાં ફિલ્મની સ્ટોરીને લઈને ચારેબાજુ હોબાળો મચી ગયો છે. દરમિયાન ફિલ્મની સ્ટોરીને સાચી સાબિત કરવા બદલ પુરસ્કારોની જાહેરાત કરનારા લોકોની સંખ્યા વધી રહી છે.

'ધ કેરલા' ફિલ્મ વિવાદ, સ્ટોરીને સાચી સાબિત કરનાર માટે રોકડ પુરસ્કારની જાહેરાત

author img

By

Published : May 2, 2023, 3:14 PM IST

તિરુવનંતપુરમ: આગામી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ના વિવાદ વચ્ચે એક મુખ્ય રાજ્ય પક્ષની યુવા પાંખ અને બે વ્યક્તિઓએ અલગ-અલગ રીતે તે લોકોને રોકડ પુરસ્કાર આપવાનું વચન આપ્યું છે, જેઓ તેની સ્ટોરી સાચી સાબિત કરે છે અને હકીકતો રજૂ કરે છે. અદાહ શર્મા સ્ટારર ફિલ્મ તારીખ 5 મેના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દાવો કરે છે કે, કેરળમાંથી લગભગ 32,000 મહિલાઓ ગુમ થઈ ગઈ છે, તેમનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે અને તેમને વિદેશમાં આતંકવાદી મિશનમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Met Gala 2023: મેટ ગાલામાં આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક, જુઓ તસવીર

ઈનામની જાહેરાત: કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDFના બીજા સૌથી મોટા સભ્ય IUMLની યુવા પાંખ, મુસ્લિમ યુથ લીગના વડા પી.કે. ફિરોઝે કહ્યું કે, જો ફિલ્મના નિર્માતા સાબિત કરી શકે કે, સ્ટોરી ખરેખર સાચી છે તો તેઓ તેમને એક કરોડ રૂપિયા આપશે. બીજી જાહેરાત એક બ્લોગર કે. નઝીર હુસૈન દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, 'તે કોઈપણ વ્યક્તિને 10 લાખ રૂપિયા આપશે જે પુરાવો આપશે કે, મહિલાઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. ઇસ્લામિક સ્ટેટમાં જોડાવાની ફરજ પડી હતી.'

ફિલ્મ વિવાદ: વકીલ અને અભિનેતા શુક્કુરે પણ ફેસબુક પર લખ્યું છે કે, જેમનું ધર્માંતરણ કરીને ઈસ્લામિક સ્ટેટમાં સામેલ થઈ કરવામાં આવી હતી. આવી કેરળની મહિલાઓનું નાપશે, તેને 11 લાખ રૂપિયા આપશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં જ ડાબેરીઓ અને શાસક CPI એમના નેતૃત્વમાં યુડીએફે માંગ કરી હતી કે, ફિલ્મ પ્રદર્શિત થવી જોઈએ નહીં.

આ પણ વાંચો: Met Gala 2023: મેટ ગાલામાં બ્લેક ડ્રેસમાં જોવા મળ્યા પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ, જુઓ વીડિયો

ફિલ્મ સ્ટોરી: કેરળના સંસ્કૃતિ મંત્રી સાજી ચેરિયનએ કહ્યું કે, જો 'ધ કેરલા સ્ટોરી' બતાવવામાં આવે તો લોકોએ તેનો બહિષ્કાર કરવો જોઈએ. આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. 'ધ કેરલા સ્ટોરી'નું નિર્દેશન સુદીપ્તો સેન દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે કેરળની 4 મહિલા કોલેજ સ્ટુડન્ટ્સની મુસાફરીને ટ્રેસ કરે છે, જેઓ ઇસ્લામિક સ્ટેટનો ભાગ બને છે. આ ફિલ્મમાં યોગિતા બિહાની સોનિયા બાલાની અને સિદ્ધિ ઈદનાની સામેલ છે. તેનું નિર્માણ વિપુલ અમૃતલાલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.