ETV Bharat / entertainment

homi wadia birth anniversary: નિર્દેશક અને નિર્માતા હોમી વાડિયાની જન્મજયંતિ, તેમની કારકિર્દી પર એક નજર

હોમી વાડિયાનો જન્મ તારીખ 22 મે 1911માં થયો હતો. તેઓનું મૂળ વતન ગુજરાત રાજ્યનો સુરત જીલ્લો છે. તેમને નાનપણથી જ ફિલ્મ ઉદ્યોગમાં રસ હતો. તેથી તેમણે શાળાનો અભ્યાસ પરો કર્યા પછી તેમના મોટા ભાઈ સાથે કામ કરવા લાગ્યા હતા. તેમની સૌથી ફેમસ ફિલ્મ હન્ટરવાલી છે. જેમાં તેમની પત્નિ ફિયરલેસ નાદિયા જોવા મળે છે.

નિર્દેશક અને નિર્માતા હોમી વાડિયાની જન્મજયંતિ

author img

By

Published : May 22, 2023, 3:51 PM IST

હૈદરાબાદ: તારીખ 22 મેના રોજ 1911માં અભિનેતા હોમી વાડિયાનો જન્મ થયો હતો. તેમનું મૂળ વતન ગુજરાત રાજ્યનો સુરત જિલ્લો છે. તેઓ બોલિવુડ ફિલ્મ ઉદ્યોગમાં નિર્દેશક અને નિર્માતા હતાં. હોમી વાડિયાએ વર્ષ 1942માં બસંત પિક્ચર્સની સ્થાપના પણ કરી હતી. આ અભિનેતાએ 40 થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. વાડિયાએ અભિનેત્રી અને સ્ટંટ મહિલા ફિયલરલેસ નાદિયા સાથે લગ્ન કર્યા હતા.

અભિનેતાની કારકિર્દી: ફિલ્મવાડિાય પરિવાર મૂળ ગુજરાત રાજ્યના સુરતનું હતું. એટલું જ નહિં પરંતુ બ્રિટિશ યુદ્ધ સમયનું જહાજ પણ તેમણે બનાવ્યું હતું. વાડિયાના પૂર્વજો મુંબઈ ગયા હતા. વાડિયાએ શાળાનો અભ્યાસ પુર્ણ કર્યા પછી. તેઓ કોલેજમાં જોડાયા હતા. તેમને ફિલ્મમાં રસ હોવાથી 16 વર્ષની ઉંમરે ફિલ્મમાં જોડાવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ તેમણે તેમના ભાઈ દિગ્દર્શક જેબીએચ વાડિયાને મદદ કરવા લાગ્યા હતા.

અભિનેતાની શ્રેષ્ઠ ફિલ્મ: હોમી વાડિયાએ સૌપ્રથમ સિનેમેટોગ્રાફ તરીકે 'લાલ એ યમન'થી ફિલ્મમાં કારકિર્દીની શરુઆત કરી હતી. વાડિયાની સૌથી ફેમસ ફિલ્મ વર્ષ 1935માં રિલીઝ કરવામાં આવી હતી. જેનું નામા છે 'હન્ટરવાલી'. આ ફિલ્મની ખાસ વાત એ છે કે, તેમાં તેમની પત્નિ ફિયરલેસ નાદિયા જોવા મળે છે. હોમી જેબીએચ એ વાડિયાના નાના ભાઈ હતા. તેમણે મોટા ભાઈ, ફિલ્મ વિતરક મંચેર્શા બી. બિલિમોરિયા અને ભાઈઓ બુર્જોર સાથે વાડિયા મૂવીટોનની સહ સ્થાપના કરી હતી.

હોમી વાડિયાની ફિલ્મ: તેમની ફિલ્મની વાત કરીએ તો 'હન્ટરવાલી', 'મિસ ફ્રન્ટિયર', 'મેલ ડાયમંડ ક્વીન', 'શ્રી રામા ભક્ત હનુમાન', 'હાતિમ તાઈ' સામેલ છે. તેઓ ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના સ્થાપક સભ્ય હતા. તેમનું અવસાન તારીખ 10 ડિસેમ્બર 2004માં 93 વર્ષની વયે થયું હતું. તેમની પત્નિ નિર્ભય નાદિયાનું અવસાન વર્ષ 1996માં થયું હતું.

  1. Kapil Sharma Show: કપિલ શર્મા તેમની ટીમ સાથે US જશે, વિદેશમાં કરશે પરફોર્મન્સ
  2. Mira Kapoor: મીરા કપૂરની ફેવરીટ છે ગુજરાતી થાળી, ફોટો શેર કરી કહી મોટી વાત
  3. Suhana Khan Birthday:આજે સુહાના ખાનનો જન્મદિવસ, આ અવસરે જાણો તેમના હેપ્પી પ્લેસ વિશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.