મુંબઈઃ જેમ્સ કેમેરોનની ફિલ્મ 'અવતાર ધ વે ઓફ વોટર' એક કરતા વધુ રેકોર્ડ બનાવી રહી છે. તારીખ 16 ડિસેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તેથી લોકો પરિવાર અથવા મિત્રો સાથે અવતાર 2 (Avatar 2)ની વાદળી દુનિયાના એક્શન અને ડ્રામાનો આનંદ માણવા થિયેટરોમાં પહોંચી રહ્યા છે. આ બધા વચ્ચે ખાસ વાત એ છે કે, શરૂઆતના દિવસથી જ ફિલ્મ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને માત્ર 3 દિવસ થયા છે અને તેણે ભારતમાં રૂપિયા 100 કરોડ (Avatar 2 Collection Day 3)નો આંકડો પાર કરી લીધો છે.
-
#Avatar is EXTRAORDINARY in Weekend 1… #South circuits EXCELLENT, set new benchmarks… #North sectors SUPERB, mass pockets witness MASSIVE growth on Day 3… Fri 41 cr, Sat 42 cr, Sun 46 cr+. Total: ₹ 129 cr+. Nett BOC. #India biz. All versions. #AvatarTheWayOfWater #Avatar2 pic.twitter.com/qK2n0m9Nzh
— taran adarsh (@taran_adarsh) December 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Avatar is EXTRAORDINARY in Weekend 1… #South circuits EXCELLENT, set new benchmarks… #North sectors SUPERB, mass pockets witness MASSIVE growth on Day 3… Fri 41 cr, Sat 42 cr, Sun 46 cr+. Total: ₹ 129 cr+. Nett BOC. #India biz. All versions. #AvatarTheWayOfWater #Avatar2 pic.twitter.com/qK2n0m9Nzh
— taran adarsh (@taran_adarsh) December 19, 2022#Avatar is EXTRAORDINARY in Weekend 1… #South circuits EXCELLENT, set new benchmarks… #North sectors SUPERB, mass pockets witness MASSIVE growth on Day 3… Fri 41 cr, Sat 42 cr, Sun 46 cr+. Total: ₹ 129 cr+. Nett BOC. #India biz. All versions. #AvatarTheWayOfWater #Avatar2 pic.twitter.com/qK2n0m9Nzh
— taran adarsh (@taran_adarsh) December 19, 2022
અવતાર 2 કલેક્સન: જેમ્સ કેમરોન દ્વારા નિર્દેશિત ફિલ્મ અવતાર 2ને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે, જે કમાણીના રૂપમાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ફિલ્મે ભારતમાં શરૂઆતના દિવસે 41 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. અને બીજા દિવસે 44 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો. બીજી તરફ રવિવારે રજાના દિવસે ફિલ્મે રેકોર્ડ તોડ્યા અને 50 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. એટલે કે, આ ફિલ્મે માત્ર 3 દિવસમાં 130 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અવતાર 2 સ્ટોરી: પહેલા વીકેન્ડમાં જ બોક્સ ઓફિસ પર બમ્પર કલેક્શન જોઈને સ્પષ્ટ થાય છે કે, લોકો ફિલ્મની સિનેમેટિક દુનિયાને પસંદ કરી રહ્યા છે. જનતાને વર્ષ 2009માં પહેલીવાર પાન્ડોરાની અદ્ભુત દુનિયા જોવા મળી છે. અવતાર 2 સમગ્ર ભારતમાં 4000થી વધુ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ સુલી પરિવાર જેક, નેતિરી અને તેમના બાળકોના જીવનને ટ્રેસ કરે છે. જ્યારે સ્ટીવન લેંગ ક્વારિચ અને તેના કોવેન તેમના ઘર પર હુમલો કરે છે, ત્યારે પાન્ડોરા પરનું જીવન વિક્ષેપિત થાય છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સૌથી મોંઘી ફિલ્મ: ફિલ્મની સિક્વલ આંતરવ્યક્તિત્વ સંબંધો અને કુટુંબના રક્ષણ પર વધુ આધારિત છે. આ ફિલ્મ અંગ્રેજી અને હિન્દી તેમજ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ સહિત 6 અલગ અલગ ભાષાઓમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ લગભગ 2000 કરોડના બજેટમાં બની છે. 'અવતારઃ ધ વે ઓફ વોટર' વિશ્વભરમાં બનેલી સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે.