અમદાવાદ: ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારી અને સુંદર અર્બન ફિલ્મ બની રહી છે. જે સિનેમાઘરોમાં પણ ખૂબ જ ધૂમ મચાવી રહી છે. 'હેલ્લારો', 'ધ લાસ્ટ શો' જેવી ફિલ્મ દેશભરમાં ગુજરાતી ફિલ્મનો ડંકો વગાડ્યો હતો. ત્યારે થોડા દિવસ પહેલા જ રિલીઝ થયેલી હવે હિન્દીમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. જેના રાઇટ્સ પણ ખરીદી લેવામાં આવ્યા છે.
સ્ટાર એક્ટર્સ કામ કરશે: ફિલ્મના નિર્માતા ક્રિષ્નાદેવ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ''વશ' ફિલ્મ મુવી ગુજરાતના લોકોને ખૂબ જ પસંદ પડી છે અને અંદાજિત 12 જેટલા સપ્તાહ ગુજરાતના વિવિધ સિનેમા ઘરોમાં ચાલી હતી. આ ફિલ્મમાં એક અલગ જ વિશે હોવા છતાં પણ લોકોને પસંદ પડી છે. ત્યારે હવે આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થશે જેના રાઇટ્સ પણ મળ્યા છે. આ ફિલ્મમાં હિતેન કુમારનો પાત્ર આર માધવન અને જ્યારે હિતુ કનોડિયાનું પાત્ર અજય દેવગન ભજવશે.''
ગાડી ચલાવતા વિચાર આવ્યો: વધુમાં જણાવ્યું હતું કે, ''જ્યારે એક સમયે હું ગાડી ચલાવતો હતો ત્યારે એક આગળ ઢીલો ડ્રાઇવર ગાડી ચલાવી રહ્યો હતો. મેં અનેક હોર્ન મારવા છતાં પણ તે પોતાની ગાડી સાઈડમાં લેતો ન હતો. ત્યારે વિચાર આવ્યો કે, હું મારું ધાર્યું કરી શકતો હોય તો કેટલું સારું જેથી હું મારી જાતે તમામ લોકોને કંટ્રોલ કરી શકું અને મેં ત્યારે જ આ સ્ટોરી લખવાની શરૂઆત કરી હતી. ફિલ્મ પણ ગુજરાતના લોકોને ખૂબ જ પસંદ પડી છે.''