હૈદરાબાદ: બોલિવુડના ફેમસ અભિનેતા રણવીર સિંહ અને આલિયા ભટ્ટની રોમેન્ટિક અને ડ્રામા ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' સિનેમાઘરોમાં ટૂંક સમયમાં આવી રહી છે. આ જોડી હવે દેશભરમાં વિવિધ સ્થળોએ ફિલ્મનો પ્રચાર પ્રસાર કરી રહી છે. શનિવારે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ તેમની આગમી ડ્રામા ફિલ્મ માટે ઉત્તર પ્રદેશ ગયા હતા.
ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત: મુંબઈમાં લેટેસ્ટ બ્રાઈડલ કલેક્શનનું લોન્ચ કરવાવાળા પ્રખ્યાત ફૈશન ડીઝાઈનર મનિષ મલ્હોત્રા માટે પ્રેરણા બન્યા હતા. ત્યાર બાદ રણવીર અને આલિયા 'રોકી કી રાની કી પ્રેમ કહાની'ના પ્રમોશન માટે કાનપુર જઈ રહ્યાં હતા. અભિનેતા અને અભિનેત્રી પ્રચાર કાર્ય દરમિયાન શનિવારે સવારે મુંબઈ કલિના એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
રણવીરનો શાનદાર લુક: અભિનેતા રણવીરના લુકની વાત કરીએ તો, રણવીરે બ્લેક કલરનો ટ્રેંચ કોટ પહેર્યો હતો. જેમાં તેમણે વ્હાઈટ ટી-શર્ટ અને આરામદાયક બ્લેક તેમજ ગ્રીન રંગની પેન્ટ સાથે મેચિંગ કર્યુ હતું. વ્હાઈટ મોજાની સાથે મેચિંગ શેડ્સ અને સ્લાઈડવાળી બ્લેક ટોપી તેમજ બ્લેક ચશ્મા તેમના દેખાવમાં વધારો કરી રહી હતી. તેમનો આકર્ષિત દેખાવ જોવા મળ્યો હતો.
અભિનેત્રીનો બ્યુટિફુલ લુક: જ્યારે આલિયા બ્લેક કલરની સ્વેટશર્ટ પહેર્યો હતો, જેના પર 'ટીમ રોકી એન્ડ રાની' લખ્યું હતું. આ ઉપરાંત ફ્લેયર્ડ ડેનિમની એક જોડી પહેરી હતી. આલિયાએ પોતાના વાળ પોનિટેલમાં બાંધી રાખ્યા હતા. આ સાથે કાનમાં ગોલ્ડન ઈયરિંગ્સ પહેરી હતી. આ દરમિયાન અભિનેત્રીએ વેજ હીલ્સ ફ્લિપ ફ્લોપ સાથે તેમના દેખાવને પુરો કર્યો હતો.
ફિલ્મ રિલીઝ ડેટ: રણવીર સિંહ અને આલિયા ભટ્ટ વર્ષ 2019માં ઝોયા અખ્તરની ફિલ્મ 'ગલી બોય'માં જોવા મળ્યા હતા. ત્યાર બાદ હવે ફરી એક વાર કરણ જોહરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનીત અને કરણ જોહર દ્વારા નિર્મિત ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' તારીખ 28 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.