હૈદરાબાદ: આલિયા ભટ્ટ ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાલ કરવાની યોજના બનાવી રહી છે. ગયા વર્ષે ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'થી ધૂમ મચાવનારી આલિયા ભટ્ટ ફરી એકવાર તેમના સોલો પરફોર્મન્સથી ચાહકોને પ્રભાવિત કરવા માટે તૈયાર છે. આલિયાએ આજે તારીખ 26 સપ્ટેમ્બરે પોતાની નવી ફિલ્મ 'જીગ્રા'ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં તે કરણ જોહરની ધર્મા પ્રોડક્શન સાથે નિર્માતા તરીકે પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે. આલિયાએ 'જીગ્રા' ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કર્યું છે, જેમાં તે બેગ લઈને જતી જોવા મળી રહી છે. આ ટીઝરમાં આલિયા ભટ્ટ પણ અદભૂત ડાયલોગ બોલતી જોવા મળે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આલિયા ભટ્ટ તેમના ભાઈની સુરક્ષા કરશે: 'જીગ્રા'માં આલિયા ભટ્ટ કહી રહી છે, મારી તરફ જુઓ, તમે રાખડી પહેરો, તમે મારા રક્ષણમાં છો. હું તમને ક્યારેય કંઈ થવા દઈશ નહીં. આ પોસ્ટની સાથે આલિયા ભટ્ટે લખ્યું છે કે, ''ટેલેંટેડ ડાયરેક્ટર અને ધર્મા મૂવીઝ એન્ડ એન્ટરનલ સનશાઈન પ્રોડક્શન રજુ કરે છે 'જીગ્રા'. કારકિર્દીની શરુઆતથી જ ધર્મા પ્રોડક્શન સાથે કામ કરી રહી છું અને આજે હું નિર્માતા તરીકે તેમની સાથે એક નવી શરુઆત કરી રહી છું. એવું લાગે છે કે, મેં જ્યાંથી શરુઆત કરી હતી, ત્યાં પાછી આવી છું. દરેક દિવસ અલગ, રોમાંચક અન પડકારજનક અને થોડો ડરામણો પણ છે, માત્ર એક અભિનેતા તરીકે જ નહીં પરંતુ નિર્માતા તરીકે પણ. કારણે કે, અમે બાયોપિક લઈને આવ્યા છીએ અને હું શેર કરવા માટે વધુ રાહ જોઈ શકતી નથી.''
ફિલ્મના દિગ્દર્શક કોણ છે: 'મર્દ કો દર્દ નહીં હોતા', 'રમન-રાઘવ 2.0', 'બોમ્બે વેલ્વેટ' અને 'મોનિકા', 'ઓહ માય ડાર્લિંગ' જેવી ગ્રે શેડની ફિલ્મો બનાવી ચૂકેલા ડિરેક્ટર વાસન બાલા આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હાઉસમાં બનેલી આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર, આલિયા ભટ્ટ, અપૂર્વ મહેતા અને સોમન મિશ્રા કરી રહ્યા છે. આ ફિલ્મ તારીખ 27 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.