મુંબઈ: 'હેરા ફેરી 3' ફિલ્મના ચાહકો માટે આવ્યાં છે ખુશીના સમાચાર. થોડા સમય પહેલાં 'હેરા ફેરી 3'માં અક્ષય કુમાર રોલ ભજવશે કે નહિં તે અંગેની કેટલીક અટકડો ચાલી રહી હતી. કોમેડી ડ્રામા ફિલ્મ 'હેરી ફેરી 3'માં 3 પાત્ર છે જે ખુબજ મહત્ત્વના છે. તેમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટી. ચાહકો આ 3 પાત્રોને ખુબજ પસંદ કરે છે. આ ફિલ્મનું શુટિંગ શરું થઈ ગયું છે અને ફિલ્મ કલાકારોનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે.
આ પણ વાંચો: Kanak Rele Passes Away: ફેમસ ક્લાસિકલ ડાન્સર કનક રેલેનું અવસાન, હેમા માલિનીએ વ્યક્ત કર્યો શોક
હેરા ફેરીની 3ની તસવીર વયરલ: નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ મંગળવારે તારીખ 21 ફેબ્રુઆરીએ ફિલ્મ 'હેરા-ફેરી-3'નું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ મુંબઈના એમ્પાયર સ્ટુડિયોમાં થઈ રહ્યું છે. હવે શૂટિંગ સેટ પરથી 'હેરા-ફેરી 3'ના તમામ સ્ટાર્સની પહેલી ઝલક સામે આવી છે, જેમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી ફિલ્મની ટીમ સાથે પોતપોતાના ગેટઅપમાં જોવા મળી રહ્યા છે. 'હેરા ફેરી' ફિલ્મના ચાહકો માટે આ એક સારા સમાચાર છે કે, ઘણા વિવાદોની અફવાઓને દૂર કર્યા પછી, 'હેરા-ફેરી 3'ને વહેલા અથવા મોડા ગ્રીન સિગ્નલ મળી ગયું છે.
ફિલ્મ કલાકારોનો ફર્સ્ટ લૂક: મુંબઈના એમ્પાયર સ્ટુડિયોમાંથી 'હેરા ફેરી 3'ના સેટ સામે આવ્યા તે પહેલાંની તસવીરમાં અક્ષય કુમાર તેમના રાજુ લૂકમાં શાનદાર દેખાય છે. અક્ષયે લાલ રંગના પેન્ટ પર પ્રિટેન્ડ શર્ટ પહેર્યું છે. પરેશ રાવલનો બાબુરાવ ગેટઅપ પણ અદ્ભુત લાગી રહ્યો છે, પરંતુ આ વખતે બાબુરાવ ઘણા મોટા થઈ ગયા છે. બીજી તરફ એવરગ્રીન પર્સનાલિટી મેન સુનીલ શેટ્ટી આજે પણ બિલકુલ એવા જ દેખાઈ રહ્યા છે. આ વખતે તે ટૂંકા વાળ અને દાઢીના લુકમાં રાજુના રોલમાં જોવા મળશે. દરેક વ્યક્તિ ફિલ્મની ટીમ સાથે સ્ટુડિયોમાં ઉભા છે.
આ પણ વાંચો: Ganapath Part 1: ટાઇગર શ્રોફની ફિલ્મ 'ગણપથ'ની નવી તારીખની કરી જાહેરાત, જાણો ક્યારે થશે રિલીઝ
યુઝર્સની પ્રિતિક્રિયા: ફિલ્મ 'હેરા-ફેરી 3'ના સેટની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે. ચાહકો આ તસવીર શેર કરી અને ટિપ્પણી કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલી આ તસવીર પર એક યુઝરે લખ્યું છે કે, 'આખરે ફિલ્મમાં અમારા બિન્દાસ રાજુ ભૈયાની એન્ટ્રી થઈ ગઈ છે. એક પ્રશંસકે લખ્યું છે કે, 'આંખો આ ત્રણેયને એકસાથે જોવા માટે ઉત્સુક હતી'. ઘણા યુઝર્સે તસવીરને લાઈક કરી લખી રહ્યા છે કે, હવે ફિલ્મની રાહ જોવાની નથી.