ETV Bharat / entertainment

અગસ્ત્ય નંદાને તેમના પરિવાર તરફથી મળી જન્મદિવસની શુભેચ્છા, જુઓ પોસ્ટ - અગસ્ત્ય નંદા જન્મ દિવસ

અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાને તેમના જન્મદિવસ (Agastya Nanda and abhishek bachchan ) પર પરિવાર અને મિત્રો તરફથી ઘણી બધી શુભેચ્છાઓ મળી રહી છે. અગસ્ત્ય તારીખ 23 નવેમ્બરે, એટલે કે આજે પોતાનો 22મો જન્મદિવસ (Agastya Nanda birthday) ઉજવી રહ્યો છે.

Etv Bharatઅગસ્ત્ય નંદાને તેમના પરિવાર તરફથી  મળી જન્મદિવસની શુભેચ્છા, જુઓ પોસ્ટ

author img

By

Published : Nov 23, 2022, 12:38 PM IST

હૈદરાબાદ: સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પૌત્ર (Agastya Nanda and abhishek bachchan) અગસ્ત્ય નંદા તારીખ 23 નવેમ્બરે પોતાનો 22મો જન્મદિવસ ઉજવી રહ્યા (Agastya Nanda birthday) છે. આ ખાસ અવસર પર તેમનો પરિવાર અને મિત્રો અગસ્ત્યને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. અગસ્ત્ય અમિતાભ બચ્ચનની એકમાત્ર પુત્રી શ્વેતા બચ્ચન નંદાનો પુત્ર છે. અગસ્ત્યની બહેન નવ્યા નવેલી નંદા છે. અગસ્ત્ય ટૂંક સમયમાં જ ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તરની સિરીઝથી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ખાસ અવસર પર ઝોયા અખ્તર અને અગસ્ત્યના મામા અભિષેકે પણ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

મામા અભિષેકે જન્મદિવસની શુભેચ્છા પાઠવી: અગસ્ત્યના મામા અભિષેક બચ્ચને તેમના ભત્રીજાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા બાળપણની તસવીર શેર કરી હતી. આ તસવીર શેર કરીને અભિષેકે તેના ભત્રીજાને શુભેચ્છા પાઠવતા લખ્યું છે, હેપ્પી બર્થડે એગી, લવ યુ. અભિષેકની આ અભિનંદન પોસ્ટ પર ઝોયા અખ્તરે હાર્ટ ઈમોજી શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

માતા શ્વેતાએ પુત્રને આશીર્વાદ આપ્યા: તેની માતા શ્વેતા બચ્ચન નંદાએ પણ અગસ્ત્યને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. શ્વેતાએ લખ્યું છે કે, 'હેપ્પી બર્થડે દીકરા, જે રીતે તું દુનિયાને જુએ છે અને સમજે છે, મને નથી લાગતું કે, બીજું કોઈ કરશે. આટલી ઉંમરે આટલી સમજ, તેં મને ખૂબ જ ખુશ કરી છે. ક્યારેય અટકશો નહીં'. શ્વેતાની પુત્રી અને અગસ્ત્યની બહેન નવ્યા નંદાએ આ પોસ્ટ પર રેડ હાર્ટ ઇમોજી શેર કરી છે.

ઝોયા અખ્તરે પાઠવી શુભેચ્છા: ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તરે પણ અગસ્ત્યના નામે અભિનંદનની પોસ્ટ લખી છે. અગસ્ત્યને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ઝોયાએ લખ્યું, 'તમે બહુ લાંબા સફર પર પહોંચી ચુક્યા છેે બેબી, હેપ્પી બર્થડે'. ઝોયા અખ્તર અગસ્ત્ય નંદાને તેની સીરિઝ 'ધ આર્ચીઝ'થી લોન્ચ કરવા જઈ રહી છે. શાહરૂખ ખાનની પ્રિય સુહાના ખાન અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂર પણ આ શ્રેણીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.