મુંબઈઃ 'ડ્રામા ક્વીન' રાખી સાવંત અને આદિલ ખાન દુર્રાનીના લગ્નને લઈને હાઈવોલ્ટેજ ડ્રામા દરરોજ નવો વળાંક લઈ રહ્યો છે. લગ્ન કર્યા બાદ આદિલ રાખીને પત્ની તરીકે અપનાવી રહ્યો નથી. રાખી શેરીઓમાં બૂમો પાડીને તેના લગ્નેતર સંબંધોનો પર્દાફાશ કરીને આદિલ ખાનને અપમાનિત કરી રહી છે. બીજી તરફ, આદિલની ગર્લફ્રેન્ડ સાથેની કોઝી તસવીરોએ રાખીના લગ્ન જીવનમાં ઝેર ઓક્યું છે અને ત્યારથી રાખી ગુસ્સે થઈ ગઈ છે. હવે આ ફેમસ કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. વાસ્તવમાં ઓશિવરા પોલીસે આદિલ ખાન દુર્રાનીની ધરપકડ કરી છે. રાખી સાવંતે પોતે પતિ આદિલ ખાન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: Who Is Solal Sayada: શું ઉર્વશી રૌતેલા સોલાલ સયાદાને ડેટ કરી રહી છે, જાણો અહિં
રાખી સાવંતનું નિવેદન: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાખીએ કહ્યું કે, 'તેની ધરપકડ એટલા માટે કરવામાં આવી છે, કારણ કે, મેં તેની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હવે કોઈ ડ્રામા નહીં થાય. તેણે મારું જીવન બરબાદ કરી દીધું છે. તેણે મને મારીને મારા દાગીના લઈ લીધા હતા. પૈસા ચોરી કરીને ભાગી ગયો છે.' રાખીએ ગત સોમવારે રાત્રે આદિલ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રાખીએ સોમવારે રાત્રે પાપારાઝીની સામે કહ્યું હતું કે, 'હું હંમેશા આદિલને પૂછતી હતી કે તમે મને આટલી બધી કેમ મારો છો ? મેં તેને કહ્યું કે, હું આ બધું મીડિયાની સામે કહીશ, તો તેણે મને કહ્યું કે તારી વાત કોણ માનશે ?'.
આ પણ વાચો: Adil Khan Picture Viral: રાખી સાવંત પર ટુટી પડ્યું આભ, આદિલ ખાન ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો
આદિલ ખાન પર આરોપ: બીજી તરફ સોમવારે બપોરે રાખી સાવંતે પાપારાઝીની સામે આદિલ ખાન પર તેની માતાના મૃત્યુનો આરોપ લગાવ્યો હતો. રાખીએ દાવો કર્યો હતો કે, જો તેની માતાને સમયસર સારવાર મળી હોત તો તે આજે તેમની વચ્ચે જીવતી હોત. રાખીએ કહ્યું હતું કે, 'તમે મારી માતાને મારી નાખી છે. જો મારી માતાની સમયસર સારવાર થઈ હોત તો કદાચ તે મૃત્યુ પામી ન હોત.' ડ્રામા ક્વીન રાખી સાવંતની માતાનું અવસાન થયા બાદ પણ રાખી સાવંતના જીવનમાં મુશ્કેલી ઓછી થઈ ન હતી. તેનું લગ્નજીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. કારણ કે, આદિલ ખાન તેની ગર્લફ્રેન્ડ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈ યુઝર્સો કોમેન્ટ કરી રહ્યાં છે.