અમદાવાદ: ઘણી વખત પ્રાથમિક શાળાના શિક્ષકોના નવા નવા કારનામાં સામે આવતા હોય છે. એટલું જ નહિં પરંતુ તેમની નોંધ આખો દેશ જ નહિં પરંતુ વિદેશમાં પણ થતી હોય છે. તો આ વખતે એવા જ એક શિક્ષકના સમાચારા સામે આવ્યા છે, જેની ખ્યાતિ વિશ્વ સ્તરે ફેલાઈ છે. તો ચાલો વાત કરીએ આ દહેગામ પ્રાથમિક શાળાના શિક્ષક સત્યમ પટેલની. આ ફિલ્મ USAમાં શોર્ટ ફિલ્મે ફેસ્ટિવલમાં સેમિફાઈનલિસ્ટ એવોર્ડ ફોર શોર્ટ ફિલ્મનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ શોર્ટ ફિલ્મમાં એક પિતા અને દિકરીની લાગણી 35 મિનિટની સ્ટોરીમાં બતાવવામાં આવી છે.
ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ: આ શોર્ટ ફિલ્મ ગાંધીનગરનાા દહેગામ તાલુકાના એક પ્રાથમિક શાળાના આ શિક્ષકની છે. મીડિયા રોપોર્ટ અનુસાર આ શોર્ટ ફિલ્મ સત્યમ પટેલ અને તેમની ટીમે filmfreeway.com પર રજીસ્ટર કરાવ્યું હતું. એકવાર ફિલ્મનું રજિસ્ટર થઈ ગયા બાદ વૈશ્વિક સ્તરે ઉજવાતા તમામ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મની એન્ટ્રી થતી હોય છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મની પસંદગી થતા એક મેઈલ આવ્યો હતો. આ સમાચાર મળતા જ આખી ટીમના સભ્યો ખુશીથી ઝૂમી ઉઠ્યાં હતાં.
ફિલ્મની રસપ્રદ સ્ટોરી: આ ફિલ્મની સ્ટોરીના વાત કરીએ તો, પિતા અને પુત્રીનો પ્રેમ રજુ કરવામાં આવ્યો છે. ફિલ્મની સ્ટોરી દિકરીના લગ્ન કરવા માટે ખુબ જ મહેનત અને પરિશ્રમ કરતા એક પિતાની કરુણતાની આસપાસ ફરે છે. દિકરીની ઉંમર પરણવા લાયક થાય કે, પિતા તેમના લગ્નની તૈયારી કરવા માંડે છે. આખરે પિતા તેમની લાડલી દિકરી માટે બધું ત્યાગ કરીને લગ્ન ધામધુમથી કરે છે.
શોર્ટ ફિલ્મ વિશે: સત્યમ પટેલની અદભૂત શોર્ટ ફિલ્મ USAમાં શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં 120 દેશોમાં ટોપ ટેનમાં નોમિનેટ કરવામાં આવી છે. આ શોર્ટ ફિલ્મ તારીખ 3 જુલાઈએ જાહેર કરવામાં આવેલા એવોર્ડમાં 13,898 એન્ટ્રીમાંથી ટોપ ટેનમાં પસંદગી પામી હતી. સત્યમ પટેલની આ શોર્ટ ફિલ્મે ગુજરાતનેે ગૌરવ અપાવ્યું છે. સત્યમ પટેલની શોર્ટ ફિલ્મના કાલકારો સ્થાનિક છે અને દેહગામની આસપાસના એરિયામાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.