ગુજરાતની તમામ બેઠકો પર ભગવો લહેરાયો છે, ત્યારે ભાજપામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ કારમી હારનો સામનો કરી રહી છે. કોંગ્રેસના કાર્યકરો હાર પચાવવાને બદલે હારનો ટોપલો એકબીજા પર નાખી રહ્યાં છે. જેનું એક ઉદાહરણ પરિણામના દિવસે બપોરે 12 વાગ્યાની આસપાસ ભાજપની જીતનો શંખ ફૂંકાયો, ત્યારે જ જોવા મળ્યું હતું. એક બાજુ ભાજપ જીતની ઉજવણી કરી રહી હતી તો બીજી બાજુ કોંગ્રેસમાં હાર માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા હતા. તેની સાથે અમિત ચાવડાના રાજીનામાની વાતો વહેતી થઇ હતી.
ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર, શું અમિત ચાવડા આપશે રાજીનામું ? - Gujarati nwes
ન્યૂઝ ડેસ્કઃ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર કમળ ખીલ્યું છે, ત્યારે કોંગ્રેસને કારમી હાર વેઠવવાનો વારો આવ્યો છે. જેના કારણે કોંગ્રેસની અંદરોઅંદર મતભેદો ઉભા થયા છે. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નામે હારનું ટોપલું મુકવામાં આવ્યું છે. જેથી અમિત ચાવડા રાજીનામું આપશે તેવી વાતોએ જોર પકડ્યું છે.