તેમણે PM મોદી પર આક્ષેપ કરતા કહ્યું કે, “નરેન્દ્ર મોદી અને ભાજપાએ મારૂં અને પશ્ચિમ બંગાળનું અપમાન કર્યું છે. તેઓ મને સરકાર ચલાવવા દેતા નથી. આ અગાઉ મમતા બેનર્જીએ ઘણી વખત નરેન્દ્ર મોદી વિરૂધ્ધ ટિપ્પણી કરી ચુક્યા છે.
વિતેલા દિવસોમાં પૂરુલિયામાં યોજાયેલી એક ચૂંટણીની રેલીમાં મમતાએ કહ્યું કે, તેઓ મોદીને લોકતંત્રનો લાફો મારવા માંગે છે. આ પછી વડાપ્રધાન મોદીએ તેમના પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, તેઓ મમતાના થપ્પડને આશીર્વાદ સમજીને સ્વીકારી લેશે.
મમતાએ અન્ય એક નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન માનતા નથી.
ચક્રવાતી ફાનીને લઈને યોજાનાર બેઠકમાં સામેલ થવા અંગે પણ મમતા બેનર્જી દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું કે, તેઓ કોઈ નોકર નથી, કે જ્યારે બોલાવામાં આવે, ત્યાં ચાલ્યા જાય.